Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ અને પોરબંદરમાં કમોસમી કેરીની કિંમતમાં આસમાન-જમીનના તફાવતથી આશ્ચર્ય:ઓક્ટોબરમાં કેસર કેરીનું આગમન : પોરબંદરમાં કિલોના રૂ. 1400, જૂનાગઢમાં રૂ.230 ભાવ મળ્યા

    22 hours ago

    પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 4 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ હતી. માર્કેટ યાર્ડના અગ્રણી ફ્રૂટ વેપારી નીતિન દસાણીના જણાવ્યા મુજબ, સિઝન વગર આવેલી આ ઉત્તમ ગુણવત્તાની કેસર કેરીના પ્રતિ બોક્સના સરેરાશ રૂ.10,500 થી 14,500 સુધીના ઊંચા ભાવ બોલાયા હતા. એક તરફ સોમવારે રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરવામાં આવેલી પ્રતિ હેક્ટર માત્ર રૂ.8,500ની દુષ્કાળ સહાય સામે આ માત્ર 10 કિલો કેરીના બોક્સના ભાવ લગભગ બમણા બોલાયા હતા,જેને લઈને યાર્ડમાં ભારે ચર્ચા જાગી હતી. આ આવકમાં રાણાવાવ સ્થિત શ્વેતાબેન કેશવાલાના ફાર્મહાઉસમાંથી આવેલા 2 બોક્સ, હનુમાનગઢથી આવેલા 1 બોક્સ તેમજ રાણાવાવના રોહિતભાઈના ફાર્મ હાઉસમાંથી 1 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. જ્યારે બીજી તરફ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ઓક્ટોબર માસમાં કેસર કેરીની આવક નોંધાઇ હતી. જે સમગ્ર ઇતિહાસમાં પ્રથમ ઘટના છે.માધવપુર પંથકમાંથી 20 કિલો જેટલી કેસર કેરીની આવક થઇ હતી. 26 ઓક્ટોબરના થયેલી હરરાજીમાં પ્રતિ કિલોના 200થી 230 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. કમોસમી કેરીના ભાવ જેટલી દુષ્કાળ સહાય‎ ચુનાની ગરમીને લઈને ડોરમન્સી બ્રેક થતા કેરી વહેલી આવે છે. બરડા પંથકની અમુક જમીનમાં ચુનાનો ભાગ છે.ચુનાનો ભાગ ગરમ હોવાથી તેમજ વાતાવરણમાં ફેરફારને લઈને કેરીના છોડની ડોરમન્સી બ્રેક થાય છે જેથી ફ્લાવરીગ વહેલા મોડું થાય છે.આ પ્રક્રિયાને લીધે બરડા પંથકના અમુક આંબાના છોડમાં કેરી વહેલી આવી હોવાનું નિષ્ણાંત નાયબ બાગાયતી નિયામક દ્વારા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ફરસાણના 24 વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા:5 ધંધાર્થીનું 16 કિલો દાઝેલું તેલ સ્થળ પર જ નષ્ટ કરાયું
    Next Article
    પોરબંદરમાં મિશ્ર ઋતુ:એક જ દિવસમાં મહત્તમ તાપમાન 3.6 ડિગ્રી ગગડ્યું, હવામાં ભેજનું પ્રમાણ વધીને 63 ટકા રહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment