Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં નર્મદાના જળ લેવા શિવભક્તો ઉમટ્યાં:‘હર હર મહાદેવ’નો જયઘોષ ગૂંજ્યો, સુરતથી 36મી કાવડ યાત્રામાં 400થી વધુ કાવડિયા જોડાયા

    1 day ago

    શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભરૂચના પવિત્ર નર્મદા તટે શિવભક્તિનો માહોલ છવાયો છે. સુરતના ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની પરંપરાગત 36મી કાવડ યાત્રા ભરૂચ પહોંચી હતી. આ યાત્રામાં 400થી વધુ કાવડિયાઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર માર્ગ 'હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. શિવ મિત્ર મંડળ સંઘ, ઉધના દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય કાવડ યાત્રામાં ભક્તો પગપાળા ભરૂચના નર્મદા તટે પહોંચ્યા હતા. અહીં તેમણે નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી પવિત્ર જળ ભર્યું હતું. ત્યારબાદ કાવડિયાઓ નર્મદાજળ કાવડમાં ધારણ કરીને પરત યાત્રા માટે રવાના થયા હતા. યાત્રા દરમિયાન, કાવડિયાઓ વિવિધ શિવાલયોમાં રોકાઈને નર્મદાજળથી ભગવાન શિવનો અભિષેક કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે આગળ વધતી આ યાત્રામાં ભક્તો દ્વારા સતત 'ભોળાનાથ'ના જયઘોષ કરવામાં આવતા માર્ગો પર શિવમય વાતાવરણ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે આ કાવડ યાત્રાની શરૂઆત વર્ષો પહેલાં માત્ર 11 કાવડિયાઓથી થઈ હતી. સમય જતાં શિવભક્તોનો ઉત્સાહ વધતો ગયો અને આજે યાત્રામાં 400થી વધુ કાવડિયાઓ જોડાઈ રહ્યા છે. દર વર્ષે વધતી ભક્તોની સંખ્યા સાથે આ કાવડ યાત્રા વધુ ભવ્ય બની રહી છે. આ ઉપરાંત, સુરતના શિવ શક્તિ મંડળ દ્વારા આયોજિત અન્ય એક કાવડ યાત્રા પણ ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. આ કાવડિયાઓએ પણ નર્મદા તટે પવિત્ર જળ ભરી, નીલકંઠેશ્વર મહાદેવના દર્શન-પૂજન કર્યા બાદ સુરત તરફ પ્રયાણ કર્યું હતું. શ્રાવણ માસના આ પાવન દિવસોમાં ભરૂચમાંથી પસાર થયેલી આ બંને કાવડ યાત્રાઓને કારણે શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. કાવડમાં નર્મદાજળ અને હોઠ પર 'હર હર મહાદેવ'ના નાદ સાથે આગળ વધતા શિવભક્તોએ ભરૂચના નર્મદા તટને શિવમય બનાવી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    31 વર્ષથી ફરાર આરોપી નવી મુંબઈથી ઝડપાયો:1995ના મારામારીના કેસ બાદ જેતપુરમાં મજૂરી કરી, ત્રણ વર્ષથી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો
    Next Article
    તાપીમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી:ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષે રાષ્ટ્રધ્વજને સલામી આપી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment