Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    31 વર્ષથી ફરાર આરોપી નવી મુંબઈથી ઝડપાયો:1995ના મારામારીના કેસ બાદ જેતપુરમાં મજૂરી કરી, ત્રણ વર્ષથી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો

    1 day ago

    સુરતના લિંબાયત વિસ્તારમાં 1995માં થયેલી ગંભીર મારામારીના કેસમાં છેલ્લા 31 વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા વોન્ટેડ આરોપી સંતરામસીંગ યાદવને સુરત શહેર ક્રાઇમ બ્રાંચની આર્મ્સ સ્કોડે નવી મુંબઈ ખાતેથી દબોચી લીધો છે. 50 વર્ષીય આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને કોર્ટે તેની સામે સીઆરપીસી કલમ-70 હેઠળ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. સામાન્ય તકરારમાં હુમલો કરી બિહાર ભાગી ગયો હતો વર્ષ 1995માં લિંબાયત ખાતે પાણી ભરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં સંતરામસીંગે પોતાના સાગરીતો સાથે મળીને ફરિયાદી અને સાક્ષીઓ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ તે ધરપકડથી બચવા સુરત છોડીને પોતાના મૂળ વતન બિહાર ભાગી ગયો હતો અને ત્યાં ઓળખ છુપાવીને રહેવા લાગ્યો હતો. જેતપુરમાં મજૂરી બાદ મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડ બન્યો અગામી 31 વર્ષ દરમિયાન ઓળખ છુપાવવા માટે આરોપી 2002થી 2005 સુધી રાજકોટના જેતપુરમાં કાપડના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી તે નવી મુંબઈના પનવેલ-તલોજા એમઆઈડીસી વિસ્તારમાં છુપાઈને TIPL કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી સામાન્ય જીવન જીવવાનો ઢોંગ કરતો હતો. ક્રાઇમ બ્રાંચનું હ્યુમન ઇન્ટેલિજન્સ ઓપરેશન સુરત ક્રાઇમ બ્રાંચની આર્મ્સ સ્કોડને ચોક્કસ બાતમી મળતાં ટીમે તાત્કાલિક મુંબઈ પહોંચી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુપ્ત ઓપરેશન પાર પાડી તલોજા ખાતેની કંપનીમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાંચે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબ્જો લિંબાયત પોલીસને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બહુ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો; પડિકલ ફિફ્ટી ફટકારી; સ્કોર 138/1
    Next Article
    ભરૂચમાં નર્મદાના જળ લેવા શિવભક્તો ઉમટ્યાં:‘હર હર મહાદેવ’નો જયઘોષ ગૂંજ્યો, સુરતથી 36મી કાવડ યાત્રામાં 400થી વધુ કાવડિયા જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment