Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી:ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષે રાષ્ટ્રધ્વજને સલામી આપી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    1 day ago

    તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૮૦મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ મુખ્ય અતિથિ તરીકે ધ્વજારોહણ કર્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ પોલીસ જવાનો દ્વારા હર્ષધ્વનિ અને વોલી ફાયરિંગ સાથે રાષ્ટ્રધ્વજને માનવંદના અપાઈ હતી. ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ ખુલ્લી જીપમાં તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી અને જિલ્લા પોલીસ વડા જે. એન. દેસાઈ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવીરો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે તાપી જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ જિલ્લો આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ છે અને 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરી રહ્યો છે. તેમણે ગત માર્ચ માસમાં ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજના સહિત આશરે રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજનાઓથી ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત થશે તેમ તેમણે જણાવ્યું હતું. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત ફાળવાયેલા રૂ. ૮૨૪૬.૧૩ લાખના અનુદાનથી છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચ્યો છે. તેમણે તાજેતરના ભારે વરસાદ બાદ વહીવટી તંત્ર દ્વારા કરાયેલી રાહત અને બચાવ કામગીરી તેમજ ત્વરિત નાણાકીય સહાયની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે વ્યારા તાલુકાના વિકાસ કાર્યો માટે ઉપાધ્યક્ષના હસ્તે કલેક્ટર દેવ ચૌધરીને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. ત્યારબાદ સામુહિક 'વંદે માતરમ' ગાન અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં નર્મદાના જળ લેવા શિવભક્તો ઉમટ્યાં:‘હર હર મહાદેવ’નો જયઘોષ ગૂંજ્યો, સુરતથી 36મી કાવડ યાત્રામાં 400થી વધુ કાવડિયા જોડાયા
    Next Article
    પાટણ કેન્દ્રીય વિદ્યાલયમાં 80મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ દેશભક્તિના માહોલમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment