Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર:માંગરોળમાં 36 કલાકમાં 40 ઇંચથી વધુ વરસાદથી ભયંકર તબાહી; ઘરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયા, ખેતરો ધોવાયા,પશુચારો નાશ પામતા તાત્કાલિક સર્વે અને કેશડોલ ચૂકવવા માંગ

    2 days ago

    ​સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી ખુબ જ સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે લાંબા સમયથી સતાવી રહેલો પાણીનો વિકટ પ્રશ્ન હલ થઈ ગયો છે. આ સારી સ્થિતિના કારણે રાજ્યભરના ધરતીપુત્રો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આવી જ રીતે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ શરૂઆતમાં સારો વરસાદ થતાં પાણીની અછતની વિકટ પરિસ્થિતિમાંથી મુક્તિ મળી હતી, જેનાથી સ્થાનિક ખેડૂતો ખુશહાલ હતા. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નથી કારણ કે માંગરોળ તાલુકા પર કુદરતનો પ્રકોપ વરસ્યો છે. માંગરોળ તાલુકામાં અને શહેરમાં અતિભારે અને ટૂંકા સમયમાં એટલે કે માત્ર 36 થી 48 કલાકના સમયગાળામાં જ 40 ઇંચ કરતા પણ વધુ અને અમુક વિસ્તારોમાં 45 થી 47 ઇંચ જેટલો અતિશય ભારે વરસાદ ખાબકી જતાં સમગ્ર પંથકમાં ભયંકર તારાજી અને ભારે તબાહી મચી જવા પામી છે. ​આ આકાશી આફતના પગલે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તારીખ 7 જુલાઈ 2026 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને માંગરોળના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ટૂંકા ગાળામાં તૂટી પડેલા અતિભારે વરસાદના કારણે માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. સમગ્ર માંગરોળ તાલુકા અને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાથી લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે, તેમજ ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે. આથી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરાવીને અસરગ્રસ્તોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવે. ​આ પૂરની ગંભીર પરિસ્થિતિ અંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વાલાભાઈ ખેરે જણાવ્યું હતું કે આજ રોજ સમગ્ર ગુજરાતની અંદર માંગરોળ તાલુકાની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 48 કલાકની અંદર 45 થી 47 ઇંચ જેટલો અસાધારણ વરસાદ પડવાને કારણે માંગરોળ શહેરની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. હાલમાં માંગરોળ શહેરની કોઈપણ સોસાયટી, કોઈપણ મહોલ્લો કે કોઈપણ ગલી એવી બાકી નહીં હોય કે જ્યાં પાંચ-છ ફૂટ જેટલા પાણી ભરાયા ન હોય. આ પૂરના પાણીના કારણે સંપૂર્ણ માંગરોળ સીટીની અંદર જે લોકો નીચલા માળમાં રહે છે તેમની સંપૂર્ણ ઘરવખરી નાશ પામી છે અને લોકોને બહુ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ​તેમણે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ અંગે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય પંથકોમાં આવેલા તમામ નદીનાળા અને વોકળાઓ આ અતિભારે વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયા છે. નદીઓના મુખો આડા ફાટવાને કારણે પૂરના પાણી સીધા ખેતરોમાં ઘૂસી ગયા છે, જેને પગલે ખેડૂતોએ કરેલું તમામ વાવેતર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. માંગરોળ તાલુકાના તમામ ગામડાઓની અંદર ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું છે, જે નુકસાની ખેડૂત પોતાની જિંદગીમાં ક્યારેય પણ જાતે ભરપાઈ કરી શકે તેમ નથી. વાડી વિસ્તારમાં અને ગામની અંદર પશુપાલન કરતા લોકોના માલઢોર માટે રાખવામાં આવેલો ઘાસચારો પણ પાણીમાં પલળીને સંપૂર્ણ નાશ પામ્યો છે. આથી વાલાભાઈ ખેરે સરકારને આજીજી પૂર્વક વિનંતી કરી છે કે આ તમામ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને શહેરના લોકોને રોકડ સહાય એટલે કે કેશડોલ ચૂકવવામાં આવે. ગ્રામ્ય વિસ્તારમાં નદી-વોકળાઓ ફાટવાથી જે જમીન ધોવાણ અને વાવેતરનું નુકસાન થયું છે તેમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાથી સરકાર તાત્કાલિક તેમની મદદે આવે અને પૂરના પાણીમાં ફસાયેલા માલઢોરને બચાવવા માટે સમગ્ર તાલુકાના દરેક ગામમાં તાત્કાલિક ધોરણે ઘાસચારાનું મફત અથવા રાહત દરે વિતરણ શરૂ કરે તે ખુબ જરૂરી છે. ​માંગરોળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામે જણાવ્યું હતું કે આજે સમગ્ર તાલુકામાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરના તમામ મુખ્ય આગેવાનો સાથે મળીને મામલતદાર સાહેબને રૂબરૂ આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે જેથી કરીને જનતાની આ વાચા સરકાર સુધી પહોંચી શકે. માંગરોળ શહેર નજીક આવેલો લબોના ડેમ ઓવરફ્લો થયા પછી અને ઉપરવાસમાંથી ભયંકર પાણી આવી જવાથી પરિસ્થિતિ વધુ વણસી છે. માત્ર 36 કલાકમાં 40 થી 42 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સીટી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારો બેહાલ બન્યા છે. ખાસ કરીને લોણી નદી જે ઝરીયાવાડા ગામ પાસેથી પસાર થાય છે, તેમાં મોટું પૂર આવવાને કારણે નદીના પાણી આજુબાજુના તમામ ગામોની અંદર ઘૂસી ગયા છે અને ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે. ​કાનાભાઈ રામે સરકારને રજૂઆત કરતા જણાવ્યું હતું ક તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે અને પૂર પ્રભાવિત લોકોને તાત્કાલિક કેશડોલ તથા ઘરવખરીના નુકસાનનું વળતર ચૂકવવામાં આવે. પૂરના કારણે ખેતરોમાં જે ભારે ધોવાણ થયું છે તેનો પણ સર્વે કરી ખેડૂતોને ખાસ પેકેજ આપવામાં આવે. આ ઉપરાંત તાલુકાની ગૌશાળાઓ અને પશુપાલકો પાસે પોતાના માલઢોરને ખવડાવવા માટેનો ઘાસચારો બિલકુલ નાશ પામ્યો હોય, પશુઓ ભૂખે ન મરે તે માટે સરકારશ્રી પોતાના સરકારી ગોડાઉનોમાં પડેલો ઘાસચારો ટોકન રેટથી એટલે કે રાહત દરે તાત્કાલિક અસરથી વિતરણ કરે જેથી અબોલ પશુધનને બચાવી શકાય.ગરીબ જનતા અને ખેડૂતોની આ મુશ્કેલીને મીડિયામાં હાઇલાઇટ કરવામાં આવે જેથી કરીને ગાંધીનગર સરકાર સુધી આ ગંભીર વાત વહેલી તકે પહોંચે અને માંગરોળ પંથકને ન્યાય મળી શકે. આ અતિવૃષ્ટિના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાથી વાહનવ્યવહાર ઠપ્પ થયો છે, જેનું પણ તાત્કાલિક સમારકામ કરવા કોંગ્રેસ સમિતિ અને આગેવાનો દ્વારા સંયુક્ત રીતે માંગ કરવામાં આવી છે...
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી, ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી:સેફ ગણાતી બેઠક માટે ડઝનબંધ દાવેદારી, પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપુત સહિતની નિરીક્ષકની પેનલ
    Next Article
    ગીરસોમનાથમાં 30 TRB જવાનને નવા યુનિફોર્મ અપાયા:'ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ'ના સહયોગથી કાર્યક્રમ, SPએ ફરજ માટે શુભેચ્છા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment