Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરસોમનાથમાં 30 TRB જવાનને નવા યુનિફોર્મ અપાયા:'ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ'ના સહયોગથી કાર્યક્રમ, SPએ ફરજ માટે શુભેચ્છા આપી

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે તાજેતરમાં નિમણૂક પામેલા 30 ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોને નવા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 'ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ'ના સહયોગથી વેરાવળ ખાતેની નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના હસ્તે યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં 100 TRB જવાનોના મંજૂર મહેકમ સામે 70 જવાનો કાર્યરત હતા. ખાલી રહેલી 30 જગ્યાઓ ભરવા માટે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ભરતી પૂર્ણ થઈ હતી. નવા નિમણૂક પામેલા આ 30 TRB જવાનોને 15 દિવસની બેઝિક તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ, તેઓને 1 માર્ચ, 2026થી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે ટ્રાફિક નિયમન માટે પોલીસની સહાયમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. આ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ 6 જુલાઈ, 2026ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે 'ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટ'ના પ્રમુખ બિપીનભાઈ સંઘવી, સભ્યો સંજયભાઈ થડેશ્વર, જયપ્રકાશ ભાવસાર અને પેઇન્ટર કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, નાયબ પોલીસ અધિક્ષક એ.જી. જાદવ, વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી, જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ વી.એન. મોરવાડિયા અને એએસઆઈ પ્રતાપભાઈ પરમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ નવા TRB જવાનોને ખંત, નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે ફરજ બજાવવા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થામાં TRB જવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે અને તેઓ પોલીસ સાથે સંકલન કરીને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે. ગીર સોમનાથ પોલીસે જનતાને સ્પષ્ટતા કરી છે કે TRB જવાનોની મુખ્ય ફરજ ટ્રાફિકનું સંચાલન અને નિયમન કરીને પોલીસને સહાય કરવાની છે. TRB જવાનોને વાહન ચેકિંગ, દસ્તાવેજોની તપાસ અથવા વાહનચાલકોને દંડ (મેમો) આપવાનો કોઈ અધિકાર નથી. પોલીસે તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ TRB જવાનો અને પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર:માંગરોળમાં 36 કલાકમાં 40 ઇંચથી વધુ વરસાદથી ભયંકર તબાહી; ઘરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયા, ખેતરો ધોવાયા,પશુચારો નાશ પામતા તાત્કાલિક સર્વે અને કેશડોલ ચૂકવવા માંગ
    Next Article
    Bengaluru street vendors call shutdown on July 8, allege seizures without advance notice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment