Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી, ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી:સેફ ગણાતી બેઠક માટે ડઝનબંધ દાવેદારી, પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપુત સહિતની નિરીક્ષકની પેનલ

    2 days ago

    વડોદરાની હાઈપ્રોફાઈલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા ખાતે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાજપ માટે સેફ ગણાતી બેઠક માટે ડઝનબંધ આગેવાનોએ દાવેદારી નોંધાવી છે. હાઇકમાન્ડ દ્વારા નિરીક્ષકોની પેનલ મોકલાઈ ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ જવાબદારી રાજ્યના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત તેમજ પ્રદેશ અગ્રણી સીતાબેન નાયકને સોંપવામાં આવી છે. આ ત્રણેય નિરીક્ષકો વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને સ્થાનિક કાર્યકરો, હોદ્દેદારો તેમજ દાવેદારોને સાંભળવાની ઔપચારિક પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. નિરીક્ષકો સમક્ષ વડોદરા ભાજપના જુદા જુદા સંગઠનો અને મોરચાના આગેવાનો પોતાના મનપસંદ ઉમેદવાર માટે રજૂઆતો કરી રહ્યા છે, જેના આધારે એક પેનલ તૈયાર કરી પ્રદેશ સ્તરે મોકલવામાં આવશે. મહિલા મોરચાના પ્રમુખ, પૂર્વ કોર્પોરેટરે દાવેદારી કરી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનેક સ્થાનિક નેતાઓએ ઉત્સુકતા દર્શાવી છે, જેમાં મહિલા મોરચાના દાવેદારે સૌનું ધ્યાન ખેંચ્યું છે. વડોદરા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર સ્નેહલ પટેલ આજે સત્તાવાર રીતે નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જસવંતસિંહ સોલંકી અને માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે. આગેવાનોએ પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપુત અને સીતાબેન નાયક સમક્ષ પક્ષમાં કરેલી વર્ષોની કામગીરી અને તેમના પ્રદાનને રજૂ કરીને ટિકિટ માટે ન્યાયિક માંગણી કરી છે. માંજલપુર બેઠક ભાજપનો ગઢ ગણાય છે માંજલપુર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાય છે, જેથી આ બેઠક પર ટિકિટ મેળવવા માટે સ્થાનિક સ્તરે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારો અને સ્થાનિક આગેવાનોનો અભિપ્રાય લીધા બાદ આ અહેવાલ ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં આખરી ઉમેદવારના નામ પર મહોર મારવામાં આવશે. કેટલાક પ્રભાવશાળી નામો રેસમાં હોવાની ચર્ચા છે, પરંતુ મહિલા મોરચાના પ્રમુખની સક્રિયતાએ આ ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે. આગામી દિવસોમાં ભાજપના મોવડી મંડળ દ્વારા કોના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તેના પર સમગ્ર વડોદરાના રાજકીય વર્તુળોની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    અગરબત્તી કરી'ને બ્લાસ્ટ થયો, ઓફિસ અને કારના કાચ તૂટ્યા:કમાટીપુરા અમન રેસિડન્સીની ઓફિસમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી; એક વ્યક્તિ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
    Next Article
    માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર:માંગરોળમાં 36 કલાકમાં 40 ઇંચથી વધુ વરસાદથી ભયંકર તબાહી; ઘરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયા, ખેતરો ધોવાયા,પશુચારો નાશ પામતા તાત્કાલિક સર્વે અને કેશડોલ ચૂકવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment