Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ભાડા કરારની ‘ભૂલ’ કોર્પોરેશનને ભારે પડી: 352 દુકાનોનું માસિક ભાડું માત્ર ₹166, તંત્ર બરોબરનું ફસાયું

    22 hours ago

    રાજકોટ મનપાએ વર્ષો પહેલાં ભાડે આપેલી દુકાનોના કરારમાં કરેલી એક ગંભીર ભૂલને કારણે આજે કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મનપાએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દુકાનો બનાવી હતી, જે ભાડે આપતી વખતે કરારમાં ‘વાર્ષિક 10 ટકા ભાડા વધારા’નો ઉલ્લેખ કરવાનું તંત્ર ભૂલી ગયું હતું. પરિણામે આજે સ્થિતિ એવી છે કે, પ્રાઈમ લોકેશનની 352 દુકાનોનું સરેરાશ માસિક ભાડું માત્ર રૂ.166 વસૂલવામાં આવી રહ્યું છે. મનપાએ વર્ષો પહેલાં મુખ્ય બજારોમાં કિંમતી પ્લોટ પર દુકાનો બનાવી વેપારીઓને નજીવા ભાડે આપી હતી. સામાન્ય નિયમ મુજબ, દર વર્ષે ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો હોય છે, પરંતુ તે સમયે કરારનામામાં આ શરત લખવાનું રહી ગયું હતું. આજે વર્ષો વીતી ગયા હોવા છતાં વેપારીઓ એ જ જૂના ભાડાથી કિંમતી દુકાનો વાપરી રહ્યા છે. હાલમાં આ 352 દુકાનોની વાર્ષિક આવક માત્ર રૂ.7.07 લાખ છે. આશ્ચર્યની વાત એ છે કે આ આવકમાં બે ATM અને એક બેંકનો હિસ્સો અડધો છે, એટલે કે બાકીની દુકાનો પેટે તંત્રને વર્ષે માત્ર રૂ.4 લાખ જેવી નજીવી રકમ મળે છે. આ મુદ્દે એસ્ટેટ ઓફિસર મેહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કાનૂની અભિપ્રાય લીધા બાદ આગળની કાર્યવાહી કરાશે. એસ્ટેટ વિભાગની નિષ્ક્રિયતા જવાબદાર જૂના રાજકોટ અને મુખ્ય સર્કલો પર આવેલા શોપિંગ સેન્ટરોમાં આ દુકાનો આવેલી છે. ભાડા કરારમાં રહેલી આ ટેકનિકલ ખામીને કારણે એસ્ટેટ વિભાગે ક્યારેય કોઈ મજબૂત કાનૂની પગલાં લીધા નથી. દુકાનો ઉપરાંત મનપાએ શાકમાર્કેટના થળા, ક્વાર્ટર, શાળાઓ અને ફન વર્લ્ડ સહિતની મિલકતો પણ ભાડે આપેલી છે. જો તંત્ર હાલના બજાર ભાવ મુજબ આકારણી કરી નવું ભાડું વસૂલે તો મનપાની આવકમાં કરોડોનો વધારો થઈ શકે તેમ છે. મનપાની મિલકતોની વાર્ષિક આવક (રૂપિયામાં)
    Click here to Read More
    Previous Article
    લાયન સફારી પાર્કના લોકાર્પણની તારીખ પાછી ધકેલાશે:રાજકોટના લાયન સફારી પાર્કનો લ્હાવો વેકેશનમાં નહીં મળે, 7 કરોડનો ખર્ચ વધતા નવી મંજૂરી માગી
    Next Article
    છાત્રોની સેફ્ટીમાં બેદરકાર આચાર્યો સામે કડક પગલાં લેવાશે:સ્કૂલોમાં ફાયર સેફ્ટી ન હશે તો એડમિશન અટકશે, મોકડ્રિલનો રિપોર્ટ પણ ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment