Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીનો ‘નાગરિક દેવો ભવઃ’ અભિગમ:રાજ્ય સ્વાગતમાં 3512 રજૂઆતોનો ત્વરિત ઉકેલ લાવી વહીવટી તંત્રને અપાયા કડક આદેશો

    19 hours ago

    માર્ચ-2026ના ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘નાગરિક દેવો ભવઃ’નો ઉદારતમ અભિગમ અપનાવીને જનસમસ્યાઓના ત્વરિત નિવારણ માટે રાજ્યના વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 100થી વધુ નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું. વૃદ્ધ માતાની વહારે આવ્યા મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક વૃદ્ધ માતાને તેમના જ પુત્ર અને પુત્રવધૂ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ બાબતે મુખ્યમંત્રીએ અત્યંત સંવેદના દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધીક્ષકને તાત્કાલિક ધોરણે નાયબ કલેક્ટરના હુકમનો અમલ કરવા અને વૃદ્ધાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. 300 બાળકોના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય શિક્ષણના હિતમાં મોટો નિર્ણય લેતા CM ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠાની સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળાના પ્રશ્નનું નિરાકરણ લાવ્યું હતું. આ શાળામાં ભણતા 300 બાળકોના ભવિષ્યને ધ્યાને રાખીને, યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે શાળાના પાકા બાંધકામ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી. ખેડૂતોના પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિવારણ ખેડૂતોની સમસ્યાઓ બાબતે પણ મુખ્યમંત્રીએ મક્કમતા દાખવી હતી. દહેગામની ખારી નદીમાં બાવળ અને ઝાડી-ઝાંખરાને કારણે પાણીનું વહન અવરોધાતું હતું, જેનાથી ખેડૂતોની જમીનનું ધોવાણ થતું હતું. આ મુદ્દે તેમણે ‘સુજલામ સુફલામ યોજના’ અંતર્ગત તાત્કાલિક અવરોધો દૂર કરવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, ખેતરોમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનના લીકેજ, પાકનું નુકસાન અને ખેતરમાં જવાના રસ્તા પરના દબાણો હટાવવા જેવા પ્રશ્નો અંગે પણ સ્થાનિક તંત્રને તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સ્વાગત કાર્યક્રમની ફલશ્રુતિ અને આંકડાકીય વિગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના આ મજબૂત માધ્યમ દ્વારા રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે: રાજ્ય સ્વાગત: 100 થી વધુ રજૂઆતો. જિલ્લા સ્વાગત: 1218 રજૂઆતો. તાલુકા સ્વાગત: 2294 રજૂઆતો. કુલ 3512 જેટલી રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને નાગરિકોનો રાજ્ય સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર, ઓએસડી ડી. કે. પારેખ, રાકેશ વ્યાસ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લાના કલેક્ટર, એસ.પી. તથા ડી.ડી.ઓ. ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સૂચના આપી હતી કે નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં, ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ લાવવું એ સરકારની પ્રાથમિકતા છે.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી મહોત્સવ:26 માર્ચે સાધુ પ્રેમવત્સલદાસજીનો વિશેષ પોડકાસ્ટ કાર્યક્રમ
    Next Article
    ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર:રાજકોટ કોંગ્રેસે થાળી-વેલણ વગાડી PMનાં 'કોરોના કાળ'ના આહવાનની યાદ અપાવી અનોખો વિરોધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment