Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપસુંદરી સાથે લગ્ન નામે 3.50 લાખ પડાવ્યા, LIVE વીડિયો:5 લૂંટેરી દુલ્હને અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 8થી વધુ યુવકોને છેતર્યા, મુખ્ય સૂત્રધારને પોલીસે વરરાજો બની દબોચ્યો

    2 days ago

    સુરતનાં પરિવારનાં 22 વર્ષીય પુત્રનાં લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવી પાંચ લાખ રૂપિયા ઉસેટી લેવાની તપાસમાં વલસાડનાં માસ્ટર માઇન્ડ હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક ઉર્ફે રાજુને પોલીસ જવાને નકલી મૂરતીયો બની ઠગ્યો હતો. પોતે જ લગ્ન કરવા માંગતો હોવાનું નાટક કરી કાપોદ્રા પોલીસનાં કોન્સ્ટેબલ અને ટીમે આ ઠગને ઉત્રાણ પાસે બોલાવી દબોચી લીધો હતો. 8થી વધુ ગુનાનો ભૂતકાળ ધરાવતાં હિતેશ કાપડીયાની પૂછપરછમાં સુરતમાં કાપોદ્રા, ઉત્રાણ, અડાજણ, અમરોલી, રાજકોટ અને અમદાવાદમાં પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે ગોંડલમાં એક યુવક પાસેથી રૂપ રૂપના અંબાર ધરાવતી યુવતી સાથે લગ્ન કરાવવાના નામે 3.50 લાખ રૂપિયા લેતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સાથે જ પોતાનું અને લુટેરી દુલ્હનનો સહિત નાના બોગસ આધારકાર્ડ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 5 લૂંટેરી દુલ્હન અને 3 પુરુષોની ગેંગનું કારસ્તાન હિતેશની ગેંગમાં પાંચ લૂંટેરી દુલ્હન અને ત્રણ પુરૂષ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. સ્વાતિ, શિતલ, રેશમા, પ્રણાલી અને રૂબી નામની યુવતીઓ સામેલ હતી. હિતેશ ઉપરાંત તેની ટોળકીમાં બે પુરૂષો સામેલ રહેતાં. જેઓ અલગ અલગ નામ કે કન્યાના પિતા, ભાઇનો રોલ કરતાં. હિતેશ પણ અલગ અલગ નામ ધારણ કરતો. હિતેશ પાસે અલગ અલગ નામનાં આધારકાર્ડ સહિતના ઓળખપત્રો પણ પોલીસને મળી આવ્યા હતા. કાપોદ્રાના યુવકને ઠગ્યોને પોલીસની રડારમાં આવ્યો કાપોદ્રા પોલીસ ઈન્સપેક્ટર આર. એમ. સોલંકી પાસે એક પરિવાર આવ્યું હતું. છેલ્લાં થોડાંક સમયથી હૈદરાબાદ રહેતાં અને કાપોદ્રા વિસ્તારમા રહેતા જીતુભાઈ તેમનાં 22 વર્ષીય પુત્ર સાથે આવ્યા હતા. પુત્રના લગ્ન તેમણે વલસાડ, મોગરાવાડીનાં હિતેશ રતિલાલ કાપડીયાને 2.20 લાખ રૂપિયા આપી તેમની સાળી સ્વાતિ રાજકુમાર રજક (રહે, નાગપુર) સાથે ગત 28મી માર્ચે કરાવ્યા હતા. લગ્નમાં દુલ્હનનાં ઘરેણાં સહિત 2.80 લાખનો ખર્ચ કર્યો હતો. એક જ મહિનામાં આ દુલ્હન ભાગી ગઈ હતી અને હિતેશ તેની પત્ની બનીને આવેલી અનિતા બાબુરાવ કદમ અને પત્નીની ફોઈની પુત્રી શિતલ પણ ભાગી છૂટી હતી. હિતેશ કાપડીયા લૂંટેરૂ દુલ્હન ટોળકીનો માસ્ટર માઇન્ડ આ શખ્સનો ફોટો બતાવતાં જ પોલીસ આખો મામલો સમજી ગઈ હતી. હિતેશ કાપડીયા લૂંટેરી દુલ્હન ટોળકીનો માસ્ટર માઇન્ડ હોવાનું હોવાનું અને જે તેની પત્ની, સાળી બનીને આવી હતી તે બધી જ તેની ટોળકીની સભ્ય હતી. બહુનામધારી હિતેશ કાપડીયા, રાહુલ, રસિક, રાજુ નામ ધારણ કરી લગ્ન વાંચ્છુક યુવકો અને આધેડને ખંખેરી લેતો હતો. વરછા, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, કતારગામમાં તે ભૂતકાળમાં ઝડપાઈ ચૂક્યો હતો. સુરત પોલીસ કોન્સ્ટેબલે વરરાજો બની મુખ્ય સૂત્રધારને દબોચ્યો વલસાડમાં જ ક્યાંક છુપાઈને રહેતો હિતેશ પોલીસના હાથમાં આવતો નહિ હોઈ કોન્સ્ટેબલ મુસ્તાકે નવી તરકીબ અજમાવી હતી. કોન્સ્ટેબલે સામાન્ય શખ્સ તરીકે હિતેશને કોલ કર્યો હતો અને પોતાનાં લગ્ન નહિ થતાં હોઈ દુલ્હન ખરીદવા માંગતો હોવાનું જાહેર કરી ઝાંસામાં લીધો હતો. પોતે નાણાં ચૂકવવાની તૈયારી દર્શાવતાં જ લલચાયેલો હિતેશ સુરત આવતાં જ પોલીસે છટકું ગોઠવી દબોચી લીધો હતો. ગોંડલમાં યુવકને ફસાવી 3.50 લાખ અને સોનાના ઘરેણા પણ પડાવ્યા ગોંડલના એક 25 વર્ષીય એસી સર્વિસનું કામ કરતા યુવકને વાસદના જયેશ પટેલ સાથે સંપર્ક થયો હતો. લગ્ન કરવા હોવાથી તેણે રાહુલ પટેલ (મહેશ કાપડિયાનો સંપર્ક કરાવ્યો હતો. રાહુલે રૂપસુંદરી એવી પ્રણાલી નામની યુવતી યુવકને બતાવી હતી. યુવકે લગ્નની હા કહેતા 3.50 લાખ રૂપિયામાં લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. યુવકે 3.50 લાખ રૂપિયા આપ્યા તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. પ્રણાલી યુવક પાસે આવ્યા બાદ આઠ દિવસ તેની સાથે રહી હતી અને સોનાનુ મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, અને એક સોનાની વીંટી લઈને ફરાર થઈ ગઈ હતી. આ અંદાજિત 5 લાખનો મુદ્દામાલ લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. જેમાં પણ મુખ્ય સૂત્રધાર મહેશ કાપડિયા જ હતો. ઉત્રાણના યુવકને રેશમા સાથે લગ્ન કરાવી ઠગાઈ કરી હિતેશની ગેંગના જ સાગરીતો રેશ્મા ભાવેશભાઈ પટેલ (રહે.બજાજ નગર, મોહતા દેવી, પરીસર, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ), સંગીતાબેન રાજુભાઈ પટેલ (રહે.નિશાળ ફળીયુ, નાના પોઢા, તા. કપરાડા, જી.વલસાડ), રાહુલ રમેશભાઈ પટેલ (રહે. હરીયા હોસ્પિટલ, શિવનગર, ગુંજન ચોકડી, વાપી,જી.વલસાડ), અનિતાબેન રાહુલભાઈ પટેલ અને સુનિલભાઈએ મૂળ જૂનાગઢ કેશોદના વતની અને સુરતમાં વેલંજા ઉમરા રોડ સૌરાષ્ટ્ર ગ્રીન સીટી ફ્લેટમાં રહેતા 38 વર્ષીય એમ્બ્રોઈડરી ડિઝાઈનર રવિભાઈ પાસેથી પણ રૂ2.90 લાખ પડાવ્યાની ફરિયાદ ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાઈ છે. રવિભાઈના વલસાડના સુનિલભાઈએ તેમની પરિચિત સંગીતા પટેલ મારફતે રેશ્મા સાથે 14 જુલાઈએ તાત્કાલિક લગ્ન કરાવ્યા હતા. લગ્નના છ દિવસ બાદ મમ્મીની તબીયત સારી નથી તેમ કહેતા રવિભાઈ રેશ્માને સાસરે મૂકી આવ્યો હતો. પણ બાદમાં રેશ્માએ સાથે રહેવાની ના પાડી હતી અને બાદમાં બધાના ફોન બંધ થઇ ગયા હતા પૂછપરછમાં 17.20 લાખની ઠગાઈનો ખુલાસો પોલીસની કડક પૂછપરછમાં આરોપી હિતેશે છેલ્લા ત્રણેક મહિના દરમિયાન ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લૂંટેરી દુલ્હનો સાથે મળીને લગ્નઇચ્છુક યુવકો પાસેથી આશરે ₹17.20 લાખના રોકડા અને ઘરેણાંની ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે. તેણે કાપોદ્રામાં ₹5 લાખ, સુરતના ઉત્રાણમાં રવિ સાથે લગ્ન કરાવી ₹2.90 લાખ, અમરોલીમાં નિલેશ પાસેથી ₹3 લાખ અને અડાજણમાં અંકિત પાસેથી ₹2.50 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના વેજલપુરમાં મિતેશ સાથે બોગસ લગ્ન કરાવી ₹1.30 લાખ અને રાજકોટના પ્રધ્યુમનનગરમાં હિરેન પાસેથી ₹2.50 લાખ લૂંટી લીધા હોવાની કબૂલાત કરી છે. આરોપી અગાઉ પણ 4 ગુનામાં પકડાઈ ચૂક્યો છે ઝડપાયેલો આરોપી હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક રતીલાલ કાપડિયા (ઉં.વ. 40, મૂળ રહે. બોરવાવ, જૂનાગઢ; હાલ રહે. વલસાડ) અગાઉ પણ સુરતના કતારગામ, વરાછા, ભાવનગરના ગારીયાધાર અને ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કાવતરા જેવા 4 જેટલા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સાથે સંકળાયેલી મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીનું નશા મુક્ત યુવા અભિયાન કાર્યક્રમ શરૂ:વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 10 હજારથી વધુ સ્થળોએથી જોડાયા યુવાનો; દેશભરમાં 28 હજાર સ્થળોએ આયોજન
    Next Article
    હળવદ: NDRF એ 2 મહિલા સહિત 5 ને બચાવ્યા:જુના માલણીયા ગામ પાસે નદીમાં ફસાયા હતા ; 7 લોકો જાતે બહાર આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment