Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદ: NDRF એ 2 મહિલા સહિત 5 ને બચાવ્યા:જુના માલણીયા ગામ પાસે નદીમાં ફસાયા હતા ; 7 લોકો જાતે બહાર આવ્યા

    2 days ago

    હળવદ તાલુકાના જુના માલણીયા ગામ પાસે કંકાવટી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા 12 લોકો ફસાયા હતા. કચ્છથી આવેલી NDRF ની ટીમે 2 મહિલા સહિત 5 લોકોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. જ્યારે અન્ય 7 લોકો તેમના પરિવારજનોની મદદથી જાતે જ પાણીમાંથી બહાર આવી ગયા હતા. આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી. હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાએ જણાવ્યું હતું કે, NDRF ની ટીમ સવારે 3:30 કલાકે ઘટનાસ્થળે પહોંચી હતી અને માત્ર 45 મિનિટમાં, સવારે 4:15 કલાકે, ફસાયેલા 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ખેતરોમાં મજૂરી કરતા શ્રમજીવી પરિવારના સભ્યો પાણીમાં ફસાયા હતા. શરૂઆતમાં હળવદ પાલિકાની ફાયર ટીમ અને SDRF ની ટીમને મોકલવામાં આવી હતી. જોકે, પાણીનો પ્રવાહ વધુ હોવાથી લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા કલેક્ટર દ્વારા સરકારને જાણ કરવામાં આવી હતી, જેના પગલે કચ્છથી NDRF ની ટીમને બોલાવવામાં આવી હતી. નદીના સામા કાંઠે ખેતરમાં ફસાયેલા બાળકો સહિતના 7 લોકો પાસે તેમના પરિવારજનો પહોંચી ગયા હતા, જેથી તેઓ પણ સુરક્ષિત રીતે બહાર આવી શક્યા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે હળવદ તાલુકામાં સાડા છ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે કંકાવટી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો અને આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    રૂપસુંદરી સાથે લગ્ન નામે 3.50 લાખ પડાવ્યા, LIVE વીડિયો:5 લૂંટેરી દુલ્હને અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 8થી વધુ યુવકોને છેતર્યા, મુખ્ય સૂત્રધારને પોલીસે વરરાજો બની દબોચ્યો
    Next Article
    રૂપસુંદરી સાથે લગ્ન નામે 3.50 લાખ પડાવ્યા, LIVE વીડિયો:5 લૂંટેરી દુલ્હને અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 8થી વધુ યુવકોને છેતર્યા, કોન્સ્ટેબલે વરરાજા બની મુખ્ય સૂત્રધારને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment