Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીનું નશા મુક્ત યુવા અભિયાન કાર્યક્રમ શરૂ:વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 10 હજારથી વધુ સ્થળોએથી જોડાયા યુવાનો; દેશભરમાં 28 હજાર સ્થળોએ આયોજન

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન' શરૂ કરશે. આ કાર્યક્રમ દેશભરમાં 28 હજારથી વધુ સ્થળોએ એકસાથે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આમાં 1 કરોડથી વધુ યુવાનો જોડાશે. વર્ચ્યુઅલ કાર્યક્રમમાં દેશભરના યુવાનો એકસાથે 'નશા મુક્ત ભારત'ના શપથ લેશે. આ પછી વડાપ્રધાનનું સંબોધન થશે. આ કાર્યક્રમમાં 5 મુખ્ય આધ્યાત્મિક ગુરુઓ પણ જોડાશે. જેમાં અમ્મા, શ્રી શ્રી રવિશંકર, દાજી, ડો. ચિન્મય પંડ્યા અને સ્વામી બ્રહ્મવિહારીજીનો સમાવેશ થાય છે. ઘણા મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. 100 અઠવાડિયા સુધી દર રવિવારે કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમનો હેતુ યુવાનોને નશાથી દૂર રહેવા પ્રેરિત કરવાનો અને તેમને પોતાના સમાજમાં પરિવર્તન લાવવા માટે આગળ વધારવાનો છે. આ અભિયાન આગામી 100 અઠવાડિયા સુધી ચાલશે. આ અંતર્ગત દર રવિવારે દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો યોજાશે, જેના દ્વારા લોકોને નશાના નુકસાન જણાવવામાં આવશે અને નશામુક્ત ભારતનો સંદેશ આપવામાં આવશે. આ અભિયાન 125 થી વધુ આધ્યાત્મિક સંગઠનોના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળા, કોલેજ, યુનિવર્સિટી, સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનો પણ આ અભિયાન સાથે જોડાયેલા છે. નશા વિરુદ્ધ જન આંદોલન બનાવવાનો પ્રયાસ સરકાર ઈચ્છે છે કે આ અભિયાનમાં શાળા, કોલેજ, યુવા સંગઠનો, સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગ સંગઠનો અને આધ્યાત્મિક સંસ્થાઓ મળીને કામ કરે. ઉદ્દેશ્ય છે કે વધુને વધુ લોકો આ ઝુંબેશ સાથે જોડાય અને નશા વિરુદ્ધ તેને જન આંદોલન બનાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    'ધ એલાયન્સ'માં સલમાન ખાનની એન્ટ્રી:સોહેલ ખાન ભાવુક થયો, ગળે લગાવીને સલમાને પૂછ્યું, 'કયા ભાઈ!'
    Next Article
    રૂપસુંદરી સાથે લગ્ન નામે 3.50 લાખ પડાવ્યા, LIVE વીડિયો:5 લૂંટેરી દુલ્હને અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 8થી વધુ યુવકોને છેતર્યા, મુખ્ય સૂત્રધારને પોલીસે વરરાજો બની દબોચ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment