Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવિધ માંગણીઓને લઈ મહેસૂલી કર્મચારીઓનું આંદોલન:પડતર માંગણીઓને લઈને 350થી વધુ વર્ગ-3ના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા , 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી

    9 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયથી અટવાયેલી વિવિધ માંગણીઓને લઈને આંદોલન તેજ કરવામાં આવ્યું છે. જિલ્લાની જુદી-જુદી 25 જેટલી મહેસૂલી કચેરીઓના 350 કરતા વધુ વર્ગ-3ના મહેસૂલી કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી ગયા હતા, જેના કારણે સરકારી કામગીરી પર અસર થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે. ​આ અંગે જૂનાગઢ જિલ્લાના મહેસૂલી કર્મચારી મંડળના ઉપપ્રમુખ અમિત મૂલચંદનાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર આ હડતાલનું પગલું ભરવામાં આવ્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2012 ની સીધી ભરતીના નાયબ મામલતદારોને પ્રમોશન આપવું, તેમને પૂર્વવત સિનિયોરિટી કાયમ કરી રી-અડજસમેન્ટ ડેટ આપવી તથા 2012 પછીના નાયબ મામલતદારોનું સિનિયોરિટી લિસ્ટ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. ​આ ઉપરાંત નવા જોબ ચાર્ટમાં જરૂરી સુધારા-વધારા કરવા, 2023 અને 2026 ના વર્ષમાં પ્રમોશન મેળવીને મૂળ જિલ્લાથી દૂર બદલી પામેલા તલાટીઓ તથા ક્લાર્કોને પરત તેમના મૂળ વતન કે જિલ્લામાં મોકલવા તેમજ બદલી માટેની એનઓસી (NOC) પ્રથા નાબૂદ કરવા જેવી કુલ 14 જેટલી મહત્વપૂર્ણ માંગણીઓ કરાઈ છે. ​છેલ્લા 5 મહિનાથી આ બાબતે વિવિધ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. અગાઉ સપ્ટેમ્બર માસમાં પણ હડતાલનો કાર્યક્રમ જાહેર કરાયો હતો પરંતુ ખાતરી મળતા મોકૂફ રખાયો હતો. જો હવે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી તારીખ 07/10/2026 ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે તેવી ઉગ્ર ચીમકી પણ કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે..
    Click here to Read More
    Previous Article
    'કોઈને કહીશ તો મારી નાખીશ...', મોટાબાપુએ ભત્રીજી પર નજર બગાડી:રામોલમાં અશ્લીલ વીડિયો બતાવી 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને અંકલેશ્વરથી દબોચ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં યુવાનો માટે નિઃશુલ્ક કમ્પ્યુટર તાલીમ શરૂ:18 થી 30 વર્ષના યુવક-યુવતીઓ બેઝિક કમ્પ્યુટર, એક્સેલ અને ટાઇપિંગ શીખી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment