Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈને કહીશ તો મારી નાખીશ...', મોટાબાપુએ ભત્રીજી પર નજર બગાડી:રામોલમાં અશ્લીલ વીડિયો બતાવી 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને અંકલેશ્વરથી દબોચ્યો

    8 hours ago

    અમદાવાદના રામોલ વિસ્તારમાં મોટાબાપુ અને ભત્રીજીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો અને માનવતાને શર્મસાર કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની સાથે ઝઘડો થતાં નાના ભાઈના ઘરે આશરો લેવા આવેલા સગા મોટાબાપુએ જ પોતાની 12 વર્ષીય સગીર ભત્રીજીને અશ્લીલ વિડીયો બતાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ પણ સગીરાની અનેકવાર છેડતી કરી હતી અને કોઈને જાણ કરીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ગંભીર મામલે રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીએ કાઢી મૂકતા નાના ભાઈને ત્યાં રહેવા આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, રામોલ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. ચાર વર્ષ પહેલાં સગીરાના મોટાબાપુનો તેમની પત્ની સાથે ઝઘડો થતાં પત્નીએ તેમને દહેજના ઘરેથી કાઢી મૂક્યા હતા. રઝળપાટ કર્યા બાદ ગત સપ્ટેમ્બર મહિનામાં આ શખ્સ પોતાના નાના ભાઈ (સગીરાના પિતા) ના ઘરે રહેવા માટે આવ્યો હતો. ભાઈએ પોતાના મોટાભાઈ તરીકે તેને આશરો આપ્યો હતો, પરંતુ આ શખ્સની નજર પોતાની જ ભત્રીજી પર બગડી હતી. એકલી જોઈ અશ્લીલ વીડિયો બતાવ્યો અને આચર્યું દુષ્કર્મ ગત 15 સપ્ટેમ્બરના રોજ ઘરમાં પરિવારનું અન્ય કોઈ સભ્ય હાજર ન હતું અને સગીરા બેડરૂમમાં એકલી સૂતી હતી. આ તકનો લાભ ઉઠાવીને મોટાબાપુ બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને સગીરાને જબરદસ્તીથી મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની જ 12 વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અપરાધ કર્યા બાદ તેણે સગીરાને ધમકી આપી હતી કે, "જો તું આ અંગે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ." આટલેથી ન અટકતા, આ શખ્સ અવારનવાર ઘરમાં એકલતાનો લાભ લઈને ભત્રીજીની છેડતી પણ કરતો હતો. માતાની મિત્રને આપવીતી જણાવતા ભાંડો ફૂટ્યો સતત શારીરિક શોષણ અને ધાકધમકીઓથી કંટાળી ગયેલી સગીરાએ આખરે હિંમત એકઠી કરી. તેણે આ સમગ્ર ઘટના અંગે પોતાની માતાની એક મિત્રને વાત કરી. માતાની મિત્રએ તાત્કાલિક સગીરાની માતાને આ ચોંકાવનારી હકીકત જણાવી. માતાએ જ્યારે પોતાની પુત્રીને પૂછપરછ કરી ત્યારે સગીરાએ મોટાબાપુના કાળા કારનામાનો સમગ્ર ભાંડો ફોડી નાખ્યો હતો. પોલીસે અંકલેશ્વરથી આરોપીને ઝડપી પાડ્યો હકીકત સામે આવતા જ પરિવારે આરોપીને ફોન કર્યો હતો, પરંતુ ભાંડો ફૂટી ગયો હોવાની જાણ થતાં જ તે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સગીરાની માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોતાના જેઠ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રામોલ પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી અને ફરાર આરોપીને અંકલેશ્વર ખાતે આવેલા તેના એક મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હાલ પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક:કેન્દ્ર સરકારનું નોટિફિકેશન જાહેર, 7 દિવસ પહેલાં કોલેજિયમે ભલામણ કરી હતી
    Next Article
    વિવિધ માંગણીઓને લઈ મહેસૂલી કર્મચારીઓનું આંદોલન:પડતર માંગણીઓને લઈને 350થી વધુ વર્ગ-3ના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા , 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment