Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 350થી વધુ બાળકો પારંપરિક રમતો રમ્યા:બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ સરદાર પટેલ સ્કૂલમાં રમતોત્સવ યોજાયો

    1 day ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ અને ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના ઉપક્રમે નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સ્કૂલ ખાતે ગ્રામીણ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને મોબાઈલ અને ડિજિટલ ગેમિંગથી દૂર રાખી શારીરિક તંદુરસ્તી તરફ વાળવાના હેતુથી યોજાયેલા આ રમતોત્સવમાં વેકેશન હોવા છતાં 350થી વધુ બાળકો, મહિલા ખેલાડીઓ અને વ્યાયામ (પી.ટી.) શિક્ષિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ દેશી રમતોના રોમાંચક મુકાબલા આ રમતોત્સવમાં લુપ્ત થતી પારંપરિક રમતોને જીવંત રાખતા કબડ્ડી, ખો-ખો, સતોડિયું (લંગોરી), રસ્સાખેંચ, આંટાપાટા, ગીલી દંડા, લીંબુ ચમચી અને કોથળા કૂદ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. ખાસ કરીને મહિલા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ખો-ખોની 8 અને કબડ્ડીની 10 જેટલી મહિલા ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા થયા હતા. ભાગ લેનાર મહિલા સ્પર્ધકોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ‘ખેલ મહાકુંભ’ જેવી યોજનાઓ અને આ પ્રકારના આયોજનોથી ગ્રામીણ તથા મહિલા ખેલાડીઓને આગળ વધવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળે છે. ખો-ખો સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીની નિશા રાઠવાએ અનુભવ શેર કરતા યુવા પેઢીને મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ઘટાડી મેદાન પર પરસેવો વહાવી તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. શાળાના શિક્ષક અને આયોજકોએ વેકેશનમાં પણ બાળકોની મોટી હાજરીને આવકારતા કહ્યું હતું કે, આ ઉત્સાહ દર્શાવે છે કે આપણી દેશી રમતો આજે પણ લોકપ્રિય છે અને આવા પ્રયાસોથી યુવાધન વધુ સ્વાસ્થ્યપ્રદ બનશે.
    Click here to Read More
    Previous Article
    સોલા સિવિલ ચાર રસ્તા કટ બંધ, એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાશે નહિ:બંને તરફ 100થી150 મીટરે ટર્ન લઈ શકાશે, વાહનચાલકોની 80 સેકન્ડ બચશે; શહેરમાં 30 જગ્યાએ કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ
    Next Article
    સુરત:ખજોદમાં ‘કચરાવાળા’ને સોંપેલું કામ તો ન કર્યું ને પાલિકા પાસે રૂ.100 કરોડ માગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment