Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા સિવિલ ચાર રસ્તા કટ બંધ, એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાશે નહિ:બંને તરફ 100થી150 મીટરે ટર્ન લઈ શકાશે, વાહનચાલકોની 80 સેકન્ડ બચશે; શહેરમાં 30 જગ્યાએ કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ

    1 day ago

    અમદાવાદ શહેરને ટ્રાફિક અને સિગ્નલ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત એસ.જી. હાઈવેના સોલા સિવિલ ચાર રસ્તાનો કટ બંધ કરીને ત્યાં કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ કરાઈ છે. આ સિસ્ટમથી વાહનચાલકો અને ખાસ કરીને હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સને ટ્રાફિક સિગ્નલમાં અટવાવું નહીં પડે અને અંદાજે 80 સેકન્ડ જેટલા સમયની બચત થશે. શહેરમાં આ પ્રકારે કુલ 30 જગ્યા પર કેપ્સ્યૂલ સિસ્ટમ અમલમાં મુકાઈ છે, જેનાથી ટ્રાફિકમાં રાહત થઈ છે. બંને તરફ 100થી 150 મીટરે કેપ્સ્યૂલ કટ, એમ્બ્યુલન્સને સીધો રસ્તો મળશે એસ.જી. હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ સામેના સર્કલ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ટ્રાફિક વિભાગે આ વ્યવસ્થા ગોઠવી છે. નવી સિસ્ટમ મુજબ વાહનચાલકો સર્કલ પરથી સીધો ટર્ન લઈ શકશે નહીં, પરંતુ ચાર રસ્તાથી બંને બાજુએ 100થી 150 મીટર આગળ બનાવાયેલા કેપ્સ્યૂલ આકારના કટ પરથી સરળતાથી યુ-ટર્ન લઈ શકશે. અગાઉ સિગ્નલ બંધ રહેવાને કારણે વાહનોની લાંબી કતારો લાગતી હતી, જેમાં સોલા સિવિલ જતી 108 એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનો ફસાઈ જતા હતા, જે હવે કોઈપણ અવરોધ વિના સીધા હોસ્પિટલ પહોંચી શકશે. 120 સેકન્ડને બદલે માત્ર 40 સેકન્ડમાં રસ્તો ક્રોસ થઈ શકશે: ટ્રાફિક DCP ટ્રાફિક ડીસીપી નરેશ કણજારીયાએ જણાવ્યું કે, અગાઉ આ સિગ્નલ પર વાહનચાલકોને 120 સેકન્ડ સુધી ઊભા રહેવું પડતું હતું અને અકસ્માતનું જોખમ પણ વધુ રહેતું હતું. કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ થવાથી વાહનોનો પ્રવાહ સતત જળવાઈ રહેશે અને વાહનચાલકો તેમજ એમ્બ્યુલન્સ માત્ર 40 સેકન્ડમાં જ રસ્તો ક્રોસ કરી શકશે. શહેરના ટ્રાફિક ભારણને હળવું કરવા માટે કુલ 30 સ્થળોએ આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અરવિંદ કેજરીવાલનો બંગલો જનતા માટે ખુલશે:આગામી અઠવાડિયે ટિકિટ સિસ્ટમ શરૂ થશે; ભાજપે તેને 45 કરોડનું શીશમહલ ગણાવ્યું હતું
    Next Article
    નવસારીમાં 350થી વધુ બાળકો પારંપરિક રમતો રમ્યા:બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ સરદાર પટેલ સ્કૂલમાં રમતોત્સવ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment