Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરવા ગિરનારની ગોદમાં ગુંજ્યો જય શ્રી રામનો નાદ:​જૂનાગઢમાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી: ઝાંઝરડા રોડ અને ઉપરકોટથી ભવ્ય શોભાયાત્રા નીકળી, 45 જેટલા ફ્લોટ્સ અને હજારો રામભક્તો જોડાયા.

    10 hours ago

    ​જૂનાગઢ શહેરમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતિ એટલે કે 'રામ નવમી'ની અભૂતપૂર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનારની ગોદમાં વસેલું આ ઐતિહાસિક શહેર આજે સંપૂર્ણપણે 'રામમય' બની ગયું છે. શહેરની બે સૌથી મોટી અને મુખ્ય શોભાયાત્રાઓનું આજે ભવ્ય પ્રસ્થાન થયું છે. ઉપરકોટ નજીક આવેલા પ્રાચીન શ્રી રામ મંદિર અને ઝાંઝરડા ગામના રામ મંદિર ખાતેથી ભગવાન રામની શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા અને 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર ગિરિ તળેટી ગુંજી ઉઠી હતી. આજની આ મુખ્ય શોભાયાત્રામાં આશરે 40 થી 45 જેટલા આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લોટ્સમાં રામાયણના વિવિધ પ્રસંગો અને પાત્રોને જીવંત કરવામાં આવ્યા છે, જેના દ્વારા નવી પેઢીને રામચરિત્રના મૂલ્યો સમજાવવાનો પ્રયાસ કરાયો છે. ઢોલ-નગારા, શરણાઈના સૂર અને ડીજેના તાલે યુવાનો અને મહિલાઓ ભક્તિના રંગમાં રંગાયા છે. હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. ટ્રસ્ટના અગ્રણી ગોકુલ વસોયાએ જણાવ્યું હતું કે, અંદાજે 6 થી 7 કલાક સુધી આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો અને ગલીઓમાં ફરશે, જ્યાં ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવશે. ​જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ રામ જન્મોત્સવના આ પવિત્ર અવસરે જોડાઈને જનતાને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ભગવાન રામના જીવનના આદર્શો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રામ નવમી એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ જીવન જીવવાની મર્યાદા શીખવતો પર્વ છે. રામ રાજ્યની સ્થાપના ત્યારે જ શક્ય છે જ્યારે આપણે તેમના જીવનના ઓછામાં ઓછા એક વિચારને આપણા ચરિત્રમાં ઉતારીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે જોશીપુરાથી લઈને ઝાંઝરડા રોડ સુધી સમગ્ર જૂનાગઢ જાણે મિની અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. ​બીજી તરફ, ઝાંઝરડા રોડ વિસ્તારમાં પણ દિવાળી જેવો ઝાકઝમાળ માહોલ જોવા મળી રહ્યો છે. ભોજલરામ ગ્રુપ જૂનાગઢ અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના ભાગરૂપે આજે લાઈવ ઓરકેસ્ટ્રા અને સંતવાણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રસ્તાઓ પર ભગવા રંગની ધજા-પતાકા અને આકર્ષક રોશનીના કારણે રાત્રીના સમયે આખો વિસ્તાર ઝળહળી ઉઠ્યો છે. દિવ્યેશ જેઠવા અને હરિઓમ પંચોલી જેવા કલાકારોએ પોતાની પ્રસ્તુતિ દ્વારા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા પણ ઝાંઝરડા રોડ પરથી જે શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં પણ રામસેના પાત્ર ગ્રુપના સભ્યો વિવિધ પાત્રોના વેશ ધારણ કરીને આકર્ષણ જગાવી રહ્યા છે. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના સંગમ સમાન જૂનાગઢમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરે દર્શનાર્થે ઉમટ્યા હતા. શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ફરાળ અને ઠંડા પીણાની પણ વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. ગિરનારના આંગણે આજે જન્મોત્સવની પૂર્વ સંધ્યાથી લઈને આજની મુખ્ય શોભાયાત્રા સુધીની તમામ ઉજવણીઓએ ભક્તોમાં એક નવી ઊર્જા અને આધ્યાત્મિકતાનો સંચાર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    હોગવર્ટ્સની જાદુઈ દુનિયાના દરવાજા ફરી ખુલશે!:'હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન'નું ટીઝર રિલીઝ; ક્રિસમસ 2026 પર વેબ સિરીઝ રિલીઝ થશે
    Next Article
    no shortage of petrol, diesel, gas in the country | દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસની સહેજ પણ તંગી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment