Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસોના ટુંડેલ ગામે જૂની અદાવતમાં 35 વર્ષીય યુવકની હત્યા:ચપ્પુના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારનાર તમામ 6 આરોપીઓની ધરપકડ

    23 hours ago

    ખેડા જિલ્લાના વસો તાલુકાના ટુંડેલ ગામે જૂની અદાવત અને અંગત મનદુઃખના કારણે 35 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કૂવાવાળા મહોલ્લામાં રહેતા મહેશભાઈ ગોહેલ પર કેટલાક ઈસમોએ હુમલો કરી ગડદાપાટુનો માર માર્યા બાદ ચપ્પુ વડે શરીરના વિવિધ ભાગે ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓના પગલે મહેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતાએ વસો પોલીસ મથકે છ ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લીધા છે. પૂર્વઆયોજિત કાવતરું રચી યુવકને ઘેરી લીધો પોલીસ ફરિયાદ મુજબ, 30 ઓગસ્ટ 2025ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાના સમયે ટુંડેલ ગામના કૂવાવાળા મહોલ્લામાં રેવાબેન સુબ્બાભાઈના ઘર નજીક આ બનાવ બન્યો હતો. આરોપીઓએ કથિત રીતે પૂર્વઆયોજિત કાવતરું રચી ગેરકાયદે મંડળી બનાવી એકસંપ થઈ મહેશભાઈને ઘેરી લીધો હતો. ગળા, માથા અને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા આરોપીઓએ પહેલા મહેશભાઈને ગડદાપાટુનો માર મારીને જમીન પર પાડી દીધા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી જગદીશભાઈ સોમાભાઈ ગોહેલે ચપ્પુ વડે મહેશભાઈના ગળા, માથા, પેટ તેમજ ડાબા હાથના ભાગે ઘા માર્યા હોવાનો આક્ષેપ છે. ગંભીર ઈજાઓના કારણે મહેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. FSL ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા હત્યાની ગંભીર ઘટનાને પગલે FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સ્થળ પરથી લોહીના ડાઘ, ચંપલ, બાઇક સહિતની મહત્વપૂર્ણ વસ્તુઓના નમૂના એકત્રિત કર્યા હતા. આ પુરાવાઓને વધુ તપાસ અને ફોરેન્સિક ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. 2019ની ઘટનાની અદાવતમાં હત્યા થયાનો પોલીસનો દાવો ડીવાયએસપી કૃણાલ રાઠોડના જણાવ્યા મુજબ, વર્ષ 2019માં ફળિયામાં રહેતી ઘરની મહિલાઓ અંગે ટીકા-ટિપ્પણી કરવા બાબતે 307ની ઘટના બની હતી. આ જૂની અદાવતના કારણે હાલની હત્યાની ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તમામ 6 આરોપીઓની ધરપકડ મૃતકના પિતા મફતભાઈ સબુરાભાઈ ગોહેલે વસો પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જગદીશભાઈ સોમાભાઈ ગોહેલ, સોમાભાઈ શંકરભાઈ ગોહેલ, મુકેશભાઈ સોમાભાઈ ગોહેલ, ચિરાગભાઈ સોમાભાઈ ગોહેલ, ગોપાલભાઈ મંગળભાઈ ગોહેલ અને રમણભાઈ બબુભાઈ ગોહેલના નામ આપ્યા છે. ફરિયાદ મુજબ, તમામ આરોપીઓએ એકસંપ થઈ મહેશભાઈ પર હુમલો કર્યો હતો. વસો પોલીસે હત્યાનો ગુનો નોંધીને તમામ છ આરોપીઓને ઝડપી લીધા છે. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવા અને સમગ્ર ઘટનાની કડીઓ જોડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ-તિબેટમાં પૂરથી મૃત્યુઆંક વધીને 955 થયો:ચીને દુર્ઘટના પર સ્પષ્ટતા કરી, કહ્યું- 12 દિવસ પહેલા એલર્ટ આપ્યું હતું
    Next Article
    જ્યાં સૌથી મોટો દુષ્કાળ છે ત્યાં AAPના ધરણાં:ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું- સરકાર નહીં માને તો પ્લાન B અને C તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment