Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્યાં સૌથી મોટો દુષ્કાળ છે ત્યાં AAPના ધરણાં:ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું- સરકાર નહીં માને તો પ્લાન B અને C તૈયાર

    14 hours ago

    સરકાર ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી સત્યાગ્રહ ચાલુ રહેશે અને જો સરકાર નહીં માને તો પ્લાન બી અને સી પણ તૈયાર છે. આ શબ્દો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના. આ વર્ષે ચોમાસાના અઢી મહિના પૂર્ણ થવા આવ્યા છે. છતાં 31 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થયો છે અને દુષ્કાળની સ્થિતિ દ્વારકામાં છે. જ્યારે જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. એટલે કે વરસાદ ખેંચાતા હવે પાક બરબાદ અને આર્થિક સંકટની ભીતિ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બનતી જઈ રહી છે. આ તમામ વિસ્તારોને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે છેલ્લા ત્રણ દિવસથી ઈસુદાન ગઢવી 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ'ના બેનર હેઠળ ખંભાળિયા-સલાયા રોડ પર ધરણાં પર બેઠા છે. ત્યારે દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે ઈસુદાન ગઢવી સાથે વાતચીત કરી છે. તેમની શું માંગ અને પ્લાન છે એ જાણવાનો પ્રયાસ કર્યો છે. આવો વિગતવાર જાણીએ. 'સરકાર જાહેર કરતી નથી એટલે અનિશ્ચિકાળ સુધી બેસવાનું નક્કી કર્યું' અનિશ્ચિત મુદત માટે સત્યાગ્રહ શા માટે રાખ્યો એ સવાલના જવાબમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમે કલેક્ટર અને અધિકારીઓને અનેકવાર રજૂઆતો અને વિનંતી કરી હતી. પરંતુ કંઈ નિરાકરણ ન આવ્યું. એક દિવસની સભા કે ધરણાથી આ મામલોનો ઉકેલ નહીં આવે તેવું અમને લાગ્યું. જે બાદ દુષ્કાળગ્રસ્ત સત્યાગ્રહ શરૂ કર્યું કારણ કે ખેડૂતોનો હક અને અધિકાર છે. સરકારે સામેથી અનેક જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવા જોઈએ. સરકાર કરતી નથી એટલા માટે પછી નક્કી કર્યું કે અનિશ્ચિત કાળ સુધી બેસવું પડશે. કેમ કે આ કુંભકર્ણની નિંદ્રાવાળી સરકાર જાગશે નહીં. 'દુષ્કાળ જાહેર કરો એટલે ખેડૂતોને પૈસા મળે, વાવેતર કરી શકશે' ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે અત્યારે દેવા માફીની માંગ નથી કરી. અત્યારે અમારા ખેડૂતોને શું જોઈએ? દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. ચાર અઠવાડિયા સુધી વરસાદ ન હોય તો ધારાધોરણ પ્રમાણે દુષ્કાળગ્રસ્ત જાહેર થાય. દુષ્કાળગ્રસ્ત જાહેર કરો એટલે ખેડૂતોના ખાતામાં રૂપિયા આવે, જેથી કરીને અન્ય વાવેતર થઈ શકે. એટલું જ નહીં સિંચાઈ માટે વીજળી આપવામાં આવે અને ઘાસચારો પૂરો પાડવો કે જેનાથી પશુપાલકો અત્યારે ખૂબ હેરાન છે. 'દ્વારકામાં અત્યાર સુધીમાં માત્ર 6 ટકા વરસાદ થયો' ધરણાનું સ્થળ ખંભાળિયા રાખવા અંગે ઈસુદાન ગઢવીનું કહેવું છે કે, અત્યારે દેવભૂમિ દ્વારકા સાવ દુષ્કાળગ્રસ્ત છે અને આ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 6 ટકા વરસાદ થયો છે. એટલે અમને લાગ્યું કે દ્વારકાનું મુખ્ય મથક ખંભાળિયા છે અને જામનગર અને દ્વારકા બંને માટે થઈને ખંભાળિયા પસંદ કર્યું. જો કે ઉદ્દેશ્ય સાથે સાથે કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાત પણ જ્યાં જ્યાં માંગણીઓ ઊભી થઈ છે એ છે. કારણ કે કોઈ સેન્ટ્રલ તો હોય નહીં, એટલા માટે થઈને ખંભાળિયા પસંદ કર્યું છે. 'ખેડૂતોના ઘરમાં 20,000 રૂપિયા નથી' ખેડૂતો ધરણામાં જોડાવા અંગે જવાબ આપ્યો કે, ઘણા સરપંચો અંદરખાને ફોન કરીને કહે છે કે ઈસુદાનભાઈ અમને ના પાડે છે અથવા તો આવવા નથી દેતા અને પોલીસને ગોઠવી દેવામાં આવે છે. બિચારી પોલીસ પર પણ શું કરે. આ કઈ ઈસુદાનભાઈનું નથી, ખેડૂતો અત્યારે ખરેખર પીસાઈ રહ્યા છે. ખેડૂતોના ઘરમાં 20,000 રૂપિયા નથી. જન્માષ્ટમીનો માલ ખરીદી શકે એવું નથી. મારી માતાઓ, બહેનો, દીકરીઓ અત્યારે ખૂબ પરેશાન છે. અનાજ-કરિયાણાના જે વેપારીઓ છે, મોસમ પૂરી થાય ત્યારે અમે ચૂકવતા હોઈએ, ઉધાર લેતા હોઈએ ત્યાં સુધી એ લોકોએ પણ ઈનકાર કરી દીધો છે. 'ખેડૂતોને રોકવા કે ડિસ્ટર્બ ન કરો' ‘નેતાઓને, અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરું છું કે આ મુદ્દો ઈસુદાનભાઈનો કે કોઈ પાર્ટીનો મુદ્દો નથી. ખેડૂતોનો છે, ખેડૂતના દીકરાઓનો છે, ખેડૂતની દીકરીઓનો છે. તમે લોકો કંઈ ન કરી શકો તો વાંધો નહીં, પણ રોકવાનો અને ડિસ્ટર્બ કરવાનો કે ધમકી આપવાની કોશિશ ન કરો. એના કરતાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દો, હું અભિનંદન આપીને ઊભો થઈ જઈશ.’ આપના હોદ્દેદારો અને ખેડૂતો સત્યાગ્રહમાં જોડાયા સત્યાગ્રહના ત્રીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટે અનેક ગામોના ખેડૂતો જોડાયા હતા. એ સાથે રાજકોટ, જામનગર સહિત અન્ય ગામોમાંથી આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ સત્યાગ્રહમાં સામેલ થયા હતા. આ ઉપરાંત, કૃષ્ણ ભક્તિની કાન ગોપીની મંડળી દ્વારા પણ રમઝટ બોલાવવામાં આવી હતી. તો આ તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, જો સરકાર આ સત્યાગ્રહથી નહીં સમજે તો ભવિષ્યમાં વધુ કડક પગલાં ભરવામાં આવશે. ખેડૂતોની માંગણીઓ પર ધ્યાન આપવા સરકારને અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વસોના ટુંડેલ ગામે જૂની અદાવતમાં 35 વર્ષીય યુવકની હત્યા:ચપ્પુના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારનાર તમામ 6 આરોપીઓની ધરપકડ
    Next Article
    સુરતમાં સૌથી મોટી મહિલા કાવડયાત્રા, DRONE વીડિયો:કેસરી સાડીમાં સજ્જ 7 હજાર બહેનોએ તાપી જળ ભરી 5 હજાર પાર્થિવ શિવલિંગની પૂજા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment