Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુંડેલમાં જૂની અદાવતમાં 35 વર્ષના યુવકની નિર્મમ હત્યા:વસો પોલીસ મથકે 6 સામે ગુનો નોંધાયો

    10 hours ago

    ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલા ટુંડેલ ગામે અંગત મનદુઃખ અને જૂની અદાવતને લીધે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી પૂર્વઆયોજિત કાવતરા દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે વસો પોલીસ મથકે ૬ ઈસમો સામે નામજોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, ટુંડેલ ગામના કૂવાવાળા મહોલ્લામાં રહેતા 35 વર્ષીય મહેશભાઈ મફતભાઈ ગોહેલ અને ગામના જ કેટલાક ઈસમો વચ્ચે જૂની રંજિશ ચાલી રહી હતી. 30 ઓગસ્ટના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાના સુમારે કૂવાવાળા મહોલ્લામાં રેવાબેન સુબ્બાભાઈના ઘર નજીક બંને પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે મહેશભાઈને ઘેરી લીધા હતા અને ગડદાપાટુનો ઢોર માર મારી જમીન પર પાડી દીધા હતા. ત્યાર બાદ મુખ્ય આરોપી જગદીશભાઈ સોમાભાઈ ગોહેલે પોતાના પાસે રહેલા ચપ્પુ વડે મહેશભાઈના ગળા, માથા, પેટ અને ડાબા હાથના ભાગે આડેધડ પ્રાણઘાતક ઘા ઝીંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ મહેશભાઈના પિતા મફતભાઈ સબુરાભાઈ ગોહેલ સહિત પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં મહેશભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. ગંભીર ઈજાઓના કારણે મહેશભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા મફતભાઈ ગોહેલે વસો પોલીસ સ્ટેશનમાં 6 ઈસમ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે: બનાવના પગલે ગામમાં લોકટોળા એકઠા થઈ જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. વસો પોલીસનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મરદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી શંકાના આધારે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ કરી કડક પૂછપરછ હાથ ધરી છે તેમજ હત્યામાં વપરાયેલા હથિયારો કબ્જે કરવા માટે વિવિધ દિશાઓમાં તપાસ લંબાવી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રનું પાટનગર અકસ્માતોનું એપી સેન્ટર!:3 વર્ષમાં 2288 અકસ્માતમાં 1061 લોકોએ જીવ ગુમાવતા પરિવાર નોંધારો બન્યો, 1488ને ગંભીર ઈજા
    Next Article
    કઠવાડા GIDCમાં ફેક્ટરીનું શટર તોડી રોકડા 20 લાખની ચોરી:મશીનરી અને સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાંથી તસ્કરો તિજોરી અને લોકર પણ ઉઠાવી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment