Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રનું પાટનગર અકસ્માતોનું એપી સેન્ટર!:3 વર્ષમાં 2288 અકસ્માતમાં 1061 લોકોએ જીવ ગુમાવતા પરિવાર નોંધારો બન્યો, 1488ને ગંભીર ઈજા

    10 hours ago

    સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ અકસ્માતોનું એપી સેન્ટર બન્યું હોય તેમ અહીં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2,288 અકસ્માતો થયા છે. જેમાં 1,428 વાહન ચાલકો સહિતના લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે 1,061 લોકોએ જીવ ગુમાવતા તેમનો પરિવાર નોંધારો બન્યો છે. જેમાં રાજકોટ શહેરની સાપેક્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માત મોતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ઓવરસ્પીડ, LED લાઇટ, રોંગ લેન, હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન ચલાવવાની સાથે ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો સર્જાતા હોવાનું સામે આવ્યું છે. આ માટે RTO કચેરીની એક ટીમ વાન સ્કૂલો અને કોલેજોમાં જઈને રોડ સેફટી અંગે જાગૃતિ આપે છે તો સાથે જ એન્ફોર્સમેન્ટ ટીમ 24 કલાક કાર્યરત રહી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડ સહિતની કડક કાર્યવાહી કરે છે. ‘રાજકોટ શહેરમાં 497 વાહન ચાલકોના અકસ્માતમાં મૃત્યુ’ રાજકોટ આસિસ્ટન્ટ આરટીઓ અધિકારી આર. એમ. રાવલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના 1061 ફેટલ એક્સિડન્ટ થયા છે. જેમાં રાજકોટ સીપી ઓફિસના કાર્યક્ષેત્રમાં એટલે કે શહેરી વિસ્તારમાં 497 વાહન ચાલકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 564 ફેટલ એક્સિડન્ટ થયા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. ‘વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીની સમજ અપાય છે’ આ માટે રાજકોટ આરટીઓ ઓફિસ તરફથી એક ટીમ વાન કાર્યરત છે. જે સ્કૂલ અને કોલેજોમાં જાય છે. જ્યાં વિદ્યાર્થીઓને રોડ સેફટી માટે સમજ આપવામાં આવે છે. જેમાં ફેટલ એક્સિડન્ટ થવાના કારણો સમજાવવામાં આવે છે. અકસ્માતથી કઈ રીતે બચવું તે માટેની સંપૂર્ણ સમજ આરટીઓના અધિકારી દ્વારા આપવામાં આવે છે જેથી અકસ્માતો ઘટાડી શકાય. ‘RTO-પોલીસ તંત્રનું સતત ચેકિંગ’ આ ઉપરાંત આરટીઓની એન્ફોર્સમેન્ટ ટીમ 24 કલાક કાર્યરત હોય છે. જેમાં LED લાઇટ લગાવતા ઉપરાંત ખોટી લેનમાં વાહનો ચલાવતા હોય તેઓને દંડ કરવામાં આવે છે. લેન ડ્રાઇવિંગમાં ભારે વાહનોને છેલ્લી લેનમાં વાહન ચલાવવાનું હોય છે. જેથી કોઈ અકસ્માતો ન થાય. આ સાથે જ વાહન ચાલકોએ ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ અને ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેર્યું છે કે નહીં તે અંગેનું RTO અને પોલીસ તંત્ર બંનેનું ચેકિંગ ચાલુ હોય છે. જનતાને સૂચનો આપવા અપીલ આ સાથે જ રાજકોટવાસીઓને અપીલ છે કે આપના તરફથી કોઈ પણ પ્રકારના સૂચનો હોય. જેમાં લોકોને એવું લાગતું હોય કે કોઈ જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર છે. આ ઉપરાંત સાઈન બોર્ડ મુકવાની જરૂરિયાત હોય તો તે તમામ સૂચનો રાજકોટ શહેર અને જિલ્લાની મળતી રોડ સેફટી બેઠકમાં આવરી લેવામાં આવે છે અને તેમાં લોકોના સૂચનોના આધારે શક્ય તેટલા ફેરફારો કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિવસની ઉજવણી:મનપાની મુખ્ય કચેરીએ સન્માનપૂર્વક ધ્વજવંદન કરાયું, સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા મેયર, અધિકારીઓએ કટિબદ્ધતા દર્શાવી
    Next Article
    ટુંડેલમાં જૂની અદાવતમાં 35 વર્ષના યુવકની નિર્મમ હત્યા:વસો પોલીસ મથકે 6 સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment