Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કઠવાડા GIDCમાં ફેક્ટરીનું શટર તોડી રોકડા 20 લાખની ચોરી:મશીનરી અને સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાંથી તસ્કરો તિજોરી અને લોકર પણ ઉઠાવી ગયા

    8 hours ago

    અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં આવેલી એક મશીનરી ફેક્ટરીનું શટર તોડીને તસ્કરો ઓફિસમાં મુકેલા રોકડા ₹20 લાખ ભરેલી તિજોરી અને લોકર ચોરીને ફરાર થઈ ગયા છે. ગત 25 ઓગસ્ટની રાત્રે બનેલી આ ઘટના અંગે ફેક્ટરીના માલિક નિકોલ રહેવાસી રવિભાઈ પંચાલે અજાણ્યા ચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મશીનરી અને સ્પેરપાર્ટ્સ બનાવવાની ફેક્ટરીમાં ચોરી નિકોલમાં રહેતા રવિભાઈ પંચાલ કઠવાડા GIDCમાં મશીનરી અને સ્પેરપાર્ટ્સ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. તેમણે છેલ્લા છ મહિના દરમિયાન ફેક્ટરીના ખર્ચ માટે બેંકમાંથી તબક્કાવાર રોકડા ₹20 લાખ ઉપાડી ઓફિસમાં આવેલી તિજોરી અને લોકરમાં રાખ્યા હતા. આખી તિજોરી તથા લોકર જ ઉઠાવી ગયા ગત 25 ઓગસ્ટે માલિક ફેક્ટરી બંધ કરીને ઘરે ગયા બાદ વહેલી સવારે સિક્યુરિટી ગાર્ડે શટર તૂટ્યું હોવાની જાણ કરી હતી. રવિભાઈ અને તેમના ભાગીદારોએ સ્થળ પર પહોંચી તપાસ કરતા ચોરો શટર અને ઓફિસનું લોક તોડી આખી તિજોરી તથા લોકર જ ઉઠાવી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ વેપારીની ફરિયાદના આધારે નિકોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટુંડેલમાં જૂની અદાવતમાં 35 વર્ષના યુવકની નિર્મમ હત્યા:વસો પોલીસ મથકે 6 સામે ગુનો નોંધાયો
    Next Article
    Gen Z Girl Power From 108 Countries Builds ShaktiSat, Aiming For Nothing Less Than The Moon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment