Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 35થી વધુ સરકારી કોન્ટ્રાક્ટરોનો મોરચો:30 કરોડની ચુકવણી અટવાયાનો આક્ષેપ, 2025થી માર્ગ-મકાન વિભાગમાં નાણાં બાકી હોવાનો દાવો; દિવાળી ટાણે આર્થિક સંકટ

    1 day ago

    સરકારી કામો પૂર્ણ કર્યા બાદ પણ સમયસર ચુકવણી નહીં મળતી હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર જિલ્લાના 35થી વધુ સરકારી કોન્ટ્રાક્ટરોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગાંધીનગર ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોએ માર્ગ અને મકાન વિભાગ (RB) પાસે વર્ષ 2025થી અંદાજે રૂ. 30 કરોડની ચુકવણી બાકી હોવાનો દાવો કર્યો છે. દિવાળીના તહેવાર સમયે પણ નાણાં નહીં મળતાં કોન્ટ્રાક્ટરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોવાની રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને બાકી રકમની તાત્કાલિક ચુકવણી કરવાની માગ સાથે આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. એક વર્ષથી ચુકવણી અટવાઈ હોવાનો આક્ષેપ કોન્ટ્રાક્ટરોના જણાવ્યા મુજબ, માર્ગ અને મકાન વિભાગ હેઠળ વિવિધ સરકારી કામો પૂર્ણ કર્યા બાદ તેમને મળવાપાત્ર રકમની ચુકવણી લાંબા સમયથી કરવામાં આવી નથી. વર્ષ 2025થી નાણાં બાકી હોવાને કારણે કોન્ટ્રાક્ટરોની મૂડી સરકારી કામોમાં ફસાઈ ગઈ છે. આ અંગે વિભાગના અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો ન હોવાનો તેમનો આક્ષેપ છે. દિવાળી ટાણે આર્થિક સંકટ કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું છે કે, કામો પૂર્ણ કરવા માટે સામગ્રી, મજૂરી અને અન્ય ખર્ચ અગાઉથી કરવા પડે છે. સમયસર ચુકવણી ન થતાં નાણાકીય વ્યવહારો ખોરવાય છે અને નવા કામો હાથ ધરવામાં પણ મુશ્કેલી પડે છે. દિવાળી જેવા તહેવારના સમયે પણ નાણાં નહીં મળતાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. બે-ત્રણ એજન્સીઓને જ વારંવાર કામ મળતું હોવાનો દાવો બાકી ચુકવણી ઉપરાંત માર્ગ અને મકાન વિભાગમાં કામોની ફાળવણીની પ્રક્રિયા સામે પણ કોન્ટ્રાક્ટરોએ સવાલો ઉઠાવ્યા છે. તેમના આક્ષેપ મુજબ, વિભાગમાં બે-ત્રણ નિશ્ચિત એજન્સીઓને જ વારંવાર કામ આપવામાં આવે છે, જ્યારે અન્ય લાયક કોન્ટ્રાક્ટરોને પૂરતી તક મળતી નથી. કેટલાક કામો ટેન્ડર પ્રક્રિયા વિના એજન્સીઓને સોંપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આશરે 200 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ હેઠળનાં કામોની ફાળવણીમાં પણ પસંદગીની એજન્સીઓને પ્રાધાન્ય અપાયું હોવાનો કોન્ટ્રાક્ટરોએ દાવો કર્યો છે. તમામ લાયક કોન્ટ્રાક્ટરોને સમાન તક આપવા માગ કોન્ટ્રાક્ટરોએ સરકારી કામો પૂર્ણ કરવા માટે નક્કી કરવામાં આવતી સમયમર્યાદાના અમલ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, કામો સમયસર પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરો પર નિયમો લાગુ કરવામાં આવે છે, પરંતુ વિભાગ હેઠળનાં તમામ કામોમાં સમયમર્યાદાનું સમાન રીતે પાલન થાય છે કે નહીં તે અંગે પણ તપાસ થવી જોઈએ. એસોસિએશને કામોની ફાળવણીમાં પારદર્શિતા જાળવવા, ટેન્ડરની પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવા અને તમામ લાયક કોન્ટ્રાક્ટરોને સમાન તક આપવા માગ કરી છે. ચુકવણી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ગાંધીનગર ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશને સરકાર અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ બાકી નાણાંની તાત્કાલિક ચુકવણી કરવાની માગ કરી છે. કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે સરકારી કામો પાછળ ખર્ચેલી રકમ લાંબા સમયથી અટવાયેલી હોવાથી તેમની આર્થિક સ્થિતિ પર અસર પડી રહી છે. હવે વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરોની રજૂઆતને પગલે શું કાર્યવાહી કરવામાં આવે છે અને વર્ષ 2025થી બાકી હોવાનો દાવો કરવામાં આવતી આશરે ₹30 કરોડની રકમની ચુકવણી ક્યારે થાય છે તેના પર સૌની નજર છે. જો વહેલી તકે ચુકવણી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી એસોસિએશને આપી છે.
    Click here to Read More
    Previous Article
    મેરેજ બ્યુરોની આડમાં દેહવ્યાપારનો વેપલો ચલાવતા માતા- પુત્ર:રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો, ગ્રાહક દીઠ રૂ.2,500 લઈ યુવતીને રૂ.1,500 આપતો સંચાલક ઝડપાયો
    Next Article
    ચાણસ્મામાં આઇસર ટ્રક પલટતા એકનું મોત, સાત ઈજાગ્રસ્ત:પીંપળ નજીક ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment