Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેરેજ બ્યુરોની આડમાં દેહવ્યાપારનો વેપલો ચલાવતા માતા- પુત્ર:રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો, ગ્રાહક દીઠ રૂ.2,500 લઈ યુવતીને રૂ.1,500 આપતો સંચાલક ઝડપાયો

    1 day ago

    રાજકોટમાં એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટે એક જ દિવસમાં એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બબ્બે કૂટણખાના ઝડપી પાડ્યા છે. વિરાણી ચોક પાસે 'શ્રી મેરેજ બ્યુરો'ની આડમાં માતા- પુત્ર દેહવ્યાપારનો ધંધો ચલાવતા હોવાનું સામે આવ્યું છે તો સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડી સંચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિરાણી ચોક પાસે ગુરુરક્ષા કોમ્પ્લેક્સમાં ચાલતા 'શ્રી મેરેજ બ્યુરો'ની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ રેકેટ ચલાવતા માતા- પુત્રને ઝડપી પાડ્યા છે. તેઓ ગ્રાહક દીઠ રૂ.1,000 લઈ ભોગ બનનાર જરૂરિયાતમંદ મહિલાઓને રૂ.500 આપી ગેરકાયદેસર દેહ વ્યાપારનો વેપલો ચલાવતા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે વિરાણી ચોક પાસે ગુરુરક્ષા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 207 માં શ્રી મેરેજ બ્યુરોમાં દરોડો પાડીને કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપી માતા જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતનભાઈ પુજારા (રહે. શારદા અપાર્ટમેન્ટ, નીલકંઠ ટોકીઝની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ) અને તેના પુત્ર મીત ચેતનભાઈ પુજારાને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓ પોતાની ઓફિસમાં બહારથી જરૂરિયાતમંદ મહિલાઓને લાવી, લોભ-લાંચ આપી રાખતા હતા. ત્યારબાદ બહારથી ગ્રાહકો બોલાવી પ્રત્યેક ગ્રાહક દીઠ રૂ.1 હજાર લેખે શારીરિક સંબંધ માટે નક્કી કરવામાં આવતા હતા. જેમાંથી ભોગ બનનાર મહિલાને રૂ.500 અને બાકીના રૂ.500 મિલકત માલિક પોતે રાખી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળ પરથી નિરોધના 20 પેકેટ, 'શ્રી મેરેજ બ્યુરો' લખેલું એક પેમ્પલેટ, મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી હતી. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમની કલમ 3,4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય બનાવમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડી સંચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ ઉપર મહીલા કોલેજ ચોકમાં કોસ્મો કોમ્પ્લેક્સમાં ફ્લોરેન્સ વેલનેસ સ્પામાં 26 ઓક્ટોબરના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડી મૂળ રાજસ્થાનના સંચાલક ગણેશ લક્ષ્મણજી મીણાને પકડી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બહારથી યુવતીઓને બોલાવી સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. અહીં સ્પાના રૂ.1,000 અને શરીર સંબંધના રૂ.2,500 લેવામાં આવતા હતા જેમાંથી ભોગ બનનાર યુવતીને રૂ.1500 આપવામાં આવતા હતા અને સંચાલક પોતે રૂ.1,000 રાખતો હતો.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન તથા અન્ય શંકાસ્પદ મુદ્દામાલ સહિત કુલ રૂ.17,210નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ (ITPA) ની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચક્રવાત અર્નબ ઝડપથી આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે:16 જિલ્લાઓમાં એલર્ટ; ઓડિશામાં વરસાદ, સ્કૂલો બંધ; MP-UP, બિહારમાં ભારે વરસાદની ચેતવણી
    Next Article
    ગાંધીનગરમાં 35થી વધુ સરકારી કોન્ટ્રાક્ટરોનો મોરચો:30 કરોડની ચુકવણી અટવાયાનો આક્ષેપ, 2025થી માર્ગ-મકાન વિભાગમાં નાણાં બાકી હોવાનો દાવો; દિવાળી ટાણે આર્થિક સંકટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment