Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મામાં આઇસર ટ્રક પલટતા એકનું મોત, સાત ઈજાગ્રસ્ત:પીંપળ નજીક ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

    1 day ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક મહેસાણા તરફથી આવી રહેલી આઇસર ટ્રકનું ટાયર અચાનક ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પ્રભુભાઈ અમરતભાઈ ફુલવાદીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે સાત લોકોને ઈજાઓ પહોંચી હતી. વાહનમાં સવાર અન્ય બે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા અકસ્માાત સર્જાતાં આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડી હતી. આ અકસ્માતમાં ગોવિંદભાઈ નાગરભાઈ ફુલવાદી (રહે. હારીજ), નવઘણભાઈ ઈશ્વરભાઈ ફુલવાદી, જેસંગભાઈ ઈશ્વરભાઈ, શ્રવણભાઈ સમજુભાઈ, ભરતભાઈ કુંવરભાઈ, બાબુભાઈ બંસીધર રાવત અને શંકરભાઈ મીરખાનભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેમાં શંકરભાઈ મીરખાનભાઈને વધુ ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે શંકરભાઈ ઈશ્વરભાઈ અને ભુપતભાઈ બાબુભાઈને કોઈ ઈજા થઈ નહોતી. ઈજાગ્રસ્તોને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા અકસ્માાતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ સાત લોકોને પ્રથમ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રભુભાઈ ફુલવાદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 35થી વધુ સરકારી કોન્ટ્રાક્ટરોનો મોરચો:30 કરોડની ચુકવણી અટવાયાનો આક્ષેપ, 2025થી માર્ગ-મકાન વિભાગમાં નાણાં બાકી હોવાનો દાવો; દિવાળી ટાણે આર્થિક સંકટ
    Next Article
    ગોધરામાં કોંગ્રેસની બેઠક યોજાઈ, પૃથ્વીરાજ ચવ્હાણે ભાષાની મર્યાદા જાળવવા કહ્યું:વોટ બચાવો, દેશ બચાવો અભિયાન હેઠળ પૂર્વ CMએ અમિત શાહ-ખડગેની ભૂલ સ્વીકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment