Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    35 કેન્દ્રો પર લોકરક્ષકદળ પરીક્ષા માટે સુરક્ષાનો સઘન બંદોબસ્ત ગોઠવાશે:રવિવારે ભાવનગર, અમરેલી અને બોટાદના 10,650 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

    12 hours ago

    સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર શહેરમાં પણ આગામી ૧૪ જૂન ને રવિવારના રોજ યોજાનારી લોકરક્ષક દળ (LRD) ની ભરતી પરીક્ષાને લઈને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગર રેન્જના આઈજી અને જિલ્લા પોલીસ વડાના સીધા સુપરવિઝન હેઠળ પરીક્ષા પ્રક્રિયાને અત્યંત શાંતિપૂર્ણ, પારદર્શક અને નકલરહિત માહોલમાં પૂર્ણ કરવા માટે સમગ્ર સરકારી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ત્રણ જિલ્લાના ઉમેદવારો માટે 35 કેન્દ્રો ફાળવાયા રવિવારે યોજાનારી આ મેગા પરીક્ષામાં ભાવનગર ઉપરાંત પાડોશી જિલ્લા એવા અમરેલી અને બોટાદના ઉમેદવારો પણ પરીક્ષા આપવા માટે ભાવનગર ખાતે આવી પહોંચશે. શહેરના કુલ 35 પરીક્ષા કેન્દ્રો પર 10,650 જેટલા પરીક્ષાર્થીઓ પોલીસ દળમાં જોડાવાનું પોતાનું સપનું સાકાર કરવા માટે પરીક્ષા ખંડમાં બેસશે. રવિવારે સવારે 7.30 કલાકે પરીક્ષાનો સત્તાવાર પ્રારંભ થશે, જેમાં નીલમબાગ પોલીસ મથકની હદમાં આવતા 21 કેન્દ્રો અને શહેરના અન્ય પોલીસ સ્ટેશનોની હદમાં આવતા ૧૪ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ 275 જવાનો તૈનાત પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર રેન્જના આઈજી અસારી તથા જિલ્લા પોલીસ વડા (SP) નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશાળ સુરક્ષા કાફલો મેદાને ઉતારવામાં આવ્યો છે. બંદોબસ્તની જવાબદારી માટે 70 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ (પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈ) સહિત કુલ 275 પોલીસ જવાનોને વિવિધ કેન્દ્રો પર તૈનાત કરી દેવાયા છે. આ સમગ્ર લોકરક્ષક દળની પરીક્ષાના મુખ્ય નોડલ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી ડીવાયએસપી (DySP) ડામોર સંભાળશે. બહારગામથી આવતા હજારો ઉમેદવારોને કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સંબંધિત ડિવિઝનો દ્વારા વિશેષ ટ્રાફિક પ્લાન તૈયાર કરાયો છે. બાયોમેટ્રિક એન્ટ્રી, CCTV અને વીડિયોગ્રાફીથી સજ્જ કેન્દ્રો પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ડમી ઉમેદવારના દૂષણને રોકવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ ૩૫ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી (CCTV) કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે, જેનું સેન્ટ્રલ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, દરેક કેન્દ્ર પર પરીક્ષા દરમિયાન સતત વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલાં દરેક ઉમેદવારની આધુનિક બાયોમેટ્રિક ચકાસણી (ફિંગરપ્રિન્ટ/ફેસ રેકોર્ડ) કરવામાં આવશે અને ત્યારબાદ જ એન્ટ્રી મળશે. ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં અને પંખા કે લાઈટો ચાલુ રહે તે માટે પીજીવીસીએલ (PGVCL) ની સ્પેશિયલ ટીમોને પણ કંટ્રોલ રૂમ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. માજીરાજ હાઈસ્કૂલમાં SRPની નિગરાનીમાં સ્ટ્રોંગ રૂમ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ગુપ્ત દસ્તાવેજોની સુરક્ષા માટે શહેરની મધ્યમાં આવેલી પ્રસિદ્ધ માજીરાજ હાઈસ્કૂલ ખાતે હાઈ-સિક્યોરિટી સ્ટ્રોંગ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ મુખ્ય સ્ટ્રોંગ રૂમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ને સોંપવામાં આવી છે. SRPના એક ખાસ સેક્શનના 8 સશસ્ત્ર કમાન્ડો/જવાનો ચોવીસેય કલાક આ સ્ટ્રોંગ રૂમ પર કડક લોખંડી પહેરો ભરી રહ્યા છે, જ્યાં સત્તાવાર મંજૂરી વિના કોઈને પણ પ્રવેશવાની મનાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Editor’s View : અમેરિકા અને રશિયાને ભારતની ગરજ:મોદીના બે મોઢે વખાણ કર્યા; ચીનથી પાછા ફરતાં જ બે શક્તિશાળી દેશોના સૂર બદલાયાં, પુતિને ટ્રમ્પને બરાબર સંભળાવી દીધું
    Next Article
    સિવિલમાં શરમજનક ઘટના:મેડિકલ ફિટનેસ માટે આવેલી 10 વર્ષની બાળકીની એકલતાનો લાભ ઉઠાવી અડપલા કર્યા, પરિજનોએ જાહેરમાં મેથીપાક આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment