Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસની ટ્રાફિક સ્ટ્રાઈક:પાટણમાં બે કલાકમાં 346 વાહનચાલકો પાસેથી રૂ. 68 હજારનો દંડ વસુલાયો

    6 days ago

    પાટણ જિલ્લામાં પોલીસે શનિવારે માત્ર બે કલાકની સરપ્રાઈઝ ડ્રાઇવ ચલાવી કડક કાર્યવાહી કરી હતી. હાથ ધરાયેલી ચેકિંગ દરમિયાન માત્ર બે કલાકમાં જ 346 વાહનચાલકો સામે કેસ કરી રૂ.68,400નો દંડ વસૂલાયો હતો. સાથે 48 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જિલ્લામાં પોલીસ દ્વારા 13 જૂને ટ્રાફિક નિયમોના અમલ માટે જિલ્લાભરમાં સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી હતી. માત્ર બે કલાક ચાલેલી આ ડ્રાઇવમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટમાં ગેરરીતિ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ, ત્રણ સવારી અને મોબાઈલ પર વાત કરતાં વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. કુલ 346 કેસ નોંધાયા હતા અને રૂ.68,400નો દંડ વસૂલાયો હતો. ગંભીર નિયમભંગના કેસોમાં 48 વાહનો ડિટેઇન પણ કરાયા હતા. પાટણ બી-ડિવ િઝનમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા હતા. માત્ર દંડ નહીં, ટ્રાફિક મેનેજમેન્ટ પણ જરૂરી પોલીસ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી રહી છે તે સારી બાબત છે, પરંતુ પાટણ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવે લોકો રોજિંદી મુશ્કેલી ભોગવી રહ્યા છે. મુખ્ય માર્ગો પર ગેરવ્યવસ્થિત પાર્કિંગ, દબાણો અને ટ્રાફિક નિયંત્રણના અભાવે વારંવાર જામ સર્જાય છે. જેથી નિયમભંગ સામે કાર્યવાહી સાથે શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પણ ગંભીર આયોજન જરૂરી બન્યું છે.તેવુ રહીશોનું કહેવું છે. કયા નિયમ ભંગ બદલ કેટલી કાર્યવાહી? બ્લેક ફિલ્મ : 173 , નંબર પ્લેટમાં ગેરરીતિ : 113, હેલ્મેટ વગર : 27 સીટબેલ્ટ વગર : 9 ત્રણ સવારી : 6,મોબાઈલ પર વાત : 7 , દસ્તાવેજો વગર : 9 , એલઇડી લાઇટ : 2,કુલ કેસ : 173 | દંડ : રૂ 68,400 | ડિટેઇન વાહનો : 48
    Click here to Read More
    Previous Article
    યુવકને બચાવવા હિન્દુ-મુસ્લિમ સમાજે સારવાર માટે દાન આપ્યું હતું:કોઈટા ગામના 19 વર્ષીય યુવકનું વીજકરંટ લાગ્યાના 28 દિવસની સારવાર બાદ મોત
    Next Article
    પરીક્ષા પાછળ ધકેલાશે તો પરિણામ પર અસરની સંભાવના:15 જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા સામે તે જ દિવસથી પ્રવેશ ફોર્મ ભરવાના શ્રીગણેશ ,29 જુલાઈ સુધી પ્રકિયા ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment