Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકને બચાવવા હિન્દુ-મુસ્લિમ સમાજે સારવાર માટે દાન આપ્યું હતું:કોઈટા ગામના 19 વર્ષીય યુવકનું વીજકરંટ લાગ્યાના 28 દિવસની સારવાર બાદ મોત

    6 days ago

    સરસ્વતી તાલુકાના કોઈટા ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં, વીજ કરંટનો ભોગ બનેલા 19 વર્ષીય આશાસ્પદ યુવક રાહુલજી ઠાકોરનું 28 દિવસની લાંબી સારવાર બાદ શનિવારે હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. શ્રમિક પરિવારના એકના એક લાડકવાયા અને પરિવારના આધાર સ્તંભ દીકરાના અકાળ અવસાનથી કોઈટા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે. ગત 16 મેના રોજ કોઈટા ગામના રાહુલજી મહાદેવજી ઠાકોરના હાથમાં રહેલો લોખંડનો સળિયો સાઇડ પર કામગીરી દરમ્યાન નજીકથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઈનના જીવંત વાયરને અકસ્માતે અડી ગયો હતો. હાઈ-ટેન્શન લાઈનનો કરંટ એટલો શક્તિશાળી હતો કે રાહુલજી ક્ષણભરમાં જ ઘટનાસ્થળે બેભાન થઈને ઢળી પડ્યા હતા. બૂમાબૂમ થતાં પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં રાહુલને પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તબીબોની દેખરેખ હેઠળ રાહુલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. શ્રમિક પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી, ગામના 19 વર્ષના યુવકનો જીવ બચાવવા માટે માનવતા મહેકી ઉઠી હતી. કોઈટા ગામના ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને ઉદાર હાથે આર્થિક દાન એકત્ર કર્યું હતું અને રાહુલની સારવાર ચાલુ રહે તે માટે તમામ પ્રયાસો કર્યા હતા. જોકે, કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. સતત 28 દિવસ સુધી હોસ્પિટલના બિછાને જિંદગીની જંગ લડ્યા બાદ અંતે શનિવારે રાહુલે અંતિમ શ્વાસ લીધા હતા. એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળતા જ માતા-પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા, અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર‎ક્રાઈમ પોલીસે પર્દાફાશ:હારિજ કરોડોના સાયબર સ્કેમમાં 14 આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યો
    Next Article
    પોલીસની ટ્રાફિક સ્ટ્રાઈક:પાટણમાં બે કલાકમાં 346 વાહનચાલકો પાસેથી રૂ. 68 હજારનો દંડ વસુલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment