Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 3.45 કરોડનું હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક ઝડપાયું:બેંગકોકથી મંગાવેલો ગાંજો વડોદરામાં ડિલિવરી આપીને પરત ફરતા 4 ઝડપાયા, વાપીમાં સિક્યુરિટી એજન્સી ચલાવનાર પ્રમોદ પાઠક માસ્ટરમાઈન્ડ; 9 વોન્ટેડ

    1 day ago

    નવસારી પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી ₹3.28 કરોડની કિંમતનો 9.375 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. નવસારી LCB અને ગણદેવી પોલીસની સંયુક્ત ટીમે નેશનલ હાઈવે પર ખારેલ ટોલનાકા પાસે બે કાર રોકીને તપાસ કરતાં આ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી મહિન્દ્રા થાર, હ્યુન્ડાઈ ક્રેટા, સાત મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹3,45,06,270નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર મુંબઈમાં પૂર્વ બાઉન્સર રહી ચૂકેલો અને હાલ વાપીમાં 'ટાઈગર' નામની સિક્યુરિટી એજન્સી ચલાવતો પ્રમોદ પાઠક હોવાનું સામે આવ્યું છે. વાપીની સિક્યુરિટી એજન્સીની આડમાં ડ્રગ્સનો કારોબાર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી પ્રમોદ પાઠક અગાઉ મુંબઈમાં બાઉન્સર તરીકે કામ કરતો હતો. હાલમાં તે વાપીમાં 'ટાઈગર' નામની સિક્યુરિટી એજન્સી ચલાવે છે. આ વ્યવસાયની આડમાં તે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનું સંચાલન કરતો હતો. તેની સાથે ઝડપાયેલા આરોપીઓમાં વિષ્ણુ સીંગ ટેક્સી ડ્રાઈવર છે, જ્યારે મિકેત પટેલ વાપીની પ્લાસ્ટિક બોટલ બનાવતી કંપનીમાં નોકરી કરે છે. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સો વધુ કમાણીની લાલચમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સની હેરાફેરીમાં જોડાયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બેંગકોકના 'રોની' સાથે સીધું કનેક્શન આ ડ્રગ્સ નેટવર્કના તાર થાઈલેન્ડના બેંગકોક સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બેંગકોકમાં રહેતો અને મૂળ મુંબઈના અંધેરીનો રોની આ નેટવર્કનો વોન્ટેડ આરોપી છે. પ્રમોદ પાઠક તેના સીધા સંપર્કમાં હતો અને તેના મારફતે હાઈબ્રિડ ગાંજો ભારતમાં મગાવવામાં આવતો હતો. આ જથ્થો અલગ-અલગ માધ્યમોથી ભારતમાં લાવવામાં આવતો હતો. ત્યારબાદ મુંબઈના રસ્તે વાપી પહોંચાડીને ત્યાંથી અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવતો હતો. વડોદરામાં ડિલિવરી આપીને પરત ફરતા ઝડપાયા પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ વાપીથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો લઈને વડોદરા પહોંચ્યા હતા. ત્યાં જયંતી નામના શખ્સને અમુક જથ્થો આપ્યા બાદ બાકીના માલ સાથે વાપી પરત ફરી રહ્યા હતા. દરમિયાન નવસારી LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખારેલ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બંને વાહનો રોકીને તપાસ કરતાં 9.375 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. બજારમાં આ ગાંજાની કિંમત અંદાજે ₹35 લાખ પ્રતિ કિલો હોવાનું જાણવા મળ્યું છે. 4 આરોપીઓની ધરપકડ, 9 શખ્સો વોન્ટેડ આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પ્રમોદ કૃપાશંકર પાઠક (ઉં.વ. 34, રહે. વટાર, વાપી, મૂળ મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશ), વિષ્ણુ મહેશ રામકિશન સીંગ (ઉં.વ. 30, રહે. વટાર, વાપી, મૂળ ઇટાવા, ઉત્તર પ્રદેશ), પ્રેમચંદ ઉર્ફે રાહુલ લાલજી જુઠન યાદવ (રહે. સાંઈ દર્શન રેસિડેન્સી, વટાર, વાપી, મૂળ ગાજીપુર, ઉત્તર પ્રદેશ) અને મિકેત પ્રવિણભાઈ કેશવભાઈ પટેલ (રહે. ડાભેલ ગામ, દમણ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય નવ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં બેંગકોકમાં રહેતો રોની, મુંબઈના ક્રિષ્ના, દમણના બંટી, વિકાસ ઉર્ફે મોક્ષભૈયા જયસ્વાલ, જયંતી પ્રજાપતિ, ગુરકરંદસિંહ બેન્સ, અબ્દુલ રહેમાન સમીમ હક, વિપુલ ખટવા અને ઋત્વિક કલ્સકરનો સમાવેશ થાય છે. વિષ્ણુ સીંગ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર પણ ઝડપાયો હતો પોલીસ તપાસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. વિષ્ણુ સીંગ વર્ષ 2024માં અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા NDPS એક્ટની ગંભીર કલમો હેઠળ ઝડપાયો હતો. જ્યારે પ્રમોદ પાઠક સામે વર્ષ 2017માં વાપી GIDC અને વર્ષ 2018માં નાની દમણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. વોન્ટેડ આરોપી વિકાસ ઉર્ફે મોક્ષભૈયા જયસ્વાલ સામે વર્ષ 2023માં વાપી GIDC અને ભીલાડ પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતની કલમો હેઠળ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઓપરેશન દરમિયાન કુલ ₹3,45,06,270નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુંબઈ-બેંગકોક સિન્ડિકેટના નાણાકીય વ્યવહારોની તપાસ વલસાડ SP રાહુલ પટેલે જણાવ્યું હતું કે નવસારી LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે બંને વાહનો રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 9 કિલો 375 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કરાયો હતો અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં અન્ય નવ આરોપીઓનાં નામ સામે આવ્યાં છે, જેમને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ગુનાની તપાસ ચીખલી DYSP ગોહિલના સુપરવિઝન હેઠળ ગણદેવી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવી વડોદરામાં કોને ડ્રગ્સનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો, નાણાકીય વ્યવહારો કેવી રીતે થતા હતા અને હવાલા મારફતે કોઈ લેવડદેવડ થઈ હતી કે કેમ તે દિશામાં તપાસ કરશે. સાથે જ બેંગકોકથી મુંબઈ અને વાપી થઈને વડોદરા સુધી ફેલાયેલા આ નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જાફરાબાદમાં વનરાણી મહેમાન બની ઘરના દરવાજે પહોંચી:બિન્ધાસ્ત ચક્કર લગાવી નીકળી ગઈ, દરિયાકાંઠા નજીકના સર્કેશ્વર પોલીસ ક્વાર્ટર્સમાં લટાર મારી
    Next Article
    માળિયાના ચિખલી રણ વિસ્તારમાં SMCના દરોડા:રૂ. 4.12 લાખનો દેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરાયો, સોલર પ્લેટ, બેટરી, મોટર અને ડિગી મીટર સહિત ભઠ્ઠી ચલાવવાના સાધનો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment