Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળિયાના ચિખલી રણ વિસ્તારમાં SMCના દરોડા:રૂ. 4.12 લાખનો દેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરાયો, સોલર પ્લેટ, બેટરી, મોટર અને ડિગી મીટર સહિત ભઠ્ઠી ચલાવવાના સાધનો જપ્ત

    1 day ago

    સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચિખલી રણ વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની જગ્યા પરથી 4,12,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કેસમાં બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકની ગેરકાયદેસર દારૂ અને જુગાર સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે SMCની ટીમો કામગીરી કરી રહી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. ગળચર અને તેમની ટીમે આ દરોડો પાડ્યો હતો. ટીમે 1,50,000 રૂપિયાની કિંમતનો 750 લીટર દેશી દારૂ અને 2,35,000 રૂપિયાની કિંમતનો 9,400 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ જપ્ત કર્યો. દારૂ અને વોશની કુલ કિંમત 3,85,000 રૂપિયા છે. દરોડા સ્થળેથી 3 મોટર પંખા, 1 સોલર પ્લેટ, ડાયનેક્ષ કંપનીની 1 બેટરી, 1 ઇલેક્ટ્રિક મોટર, લાટાના 35 બોક્સ, દારૂ માપવાનું 1 ડિગી મીટર, 3 પ્લાસ્ટિકની પાઇપ અને 1 પાવર સપ્લાય બોક્સ (સ્ટેબિલાઇઝર) સહિતનો સામાન પણ જપ્ત કરાયો. 22 નવેમ્બર 2026ના રોજ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ચિખલીના રહેવાસી કાસમ અબ્દુલ સામતાણી અને મોરબીના રહેવાસી શાહરૂખ ફિરોઝભાઈ પઠાણને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 3.45 કરોડનું હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક ઝડપાયું:બેંગકોકથી મંગાવેલો ગાંજો વડોદરામાં ડિલિવરી આપીને પરત ફરતા 4 ઝડપાયા, વાપીમાં સિક્યુરિટી એજન્સી ચલાવનાર પ્રમોદ પાઠક માસ્ટરમાઈન્ડ; 9 વોન્ટેડ
    Next Article
    India vs Pakistan LIVE Score, Asia Cup Rising Stars LIVE Updates: Harshit Rana Gets Engaged In Heated Argument With Pak Star

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment