Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાફરાબાદમાં વનરાણી મહેમાન બની ઘરના દરવાજે પહોંચી:બિન્ધાસ્ત ચક્કર લગાવી નીકળી ગઈ, દરિયાકાંઠા નજીકના સર્કેશ્વર પોલીસ ક્વાર્ટર્સમાં લટાર મારી

    1 day ago

    દેશની શાન ગણાતા એશિયાટિક સિંહોની વસ્તીમાં થઈ રહેલા સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે હવે સાવજો ગીરનું જંગલ અને રેવન્યુ વિસ્તાર છોડીને દરિયાકાંઠાના રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. અમરેલીના જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા નજીક આવેલા સર્કેશ્વર પોલીસ આવાસ પરિસરમાં મોડી રાત્રે એક સિંહ ઘૂસી આવતા ભારે કુતૂહલ સર્જાયું હતું. સુરક્ષા જવાનોના રહેણાંક ક્વાર્ટર્સ નજીક સિંહે બિન્ધાસ્ત લટાર મારી હતી, જેના સીસીટીવી ફૂટેજ કે મોબાઈલ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પોલીસ આવાસ જેવા સુરક્ષિત અને રહેણાંક વિસ્તારમાં વન્યપ્રાણીની સીધી હાજરી જોવા મળતા સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. કોસ્ટલ બેલ્ટ અને ઔદ્યોગિક એકમોમાં સાવજોના આંટાફેરા વધ્યા રાજુલા, જાફરાબાદ અને પીપાવાવના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ તેમજ આસપાસના ઔદ્યોગિક એકમોના વિસ્તારમાં સિંહોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. રહેણાંક અને કામકાજના વિસ્તારોમાં સિંહોના વધતા વસવાટ અને અવરજવરને કારણે સ્થાનિક રહીશો તેમજ કામદારોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં અવરજવરથી સુરક્ષા સામે સવાલ એક સમયે માત્ર ગીર અભયારણ્ય પૂરતા સીમિત રહેલા સિંહો હવે ખોરાક અને નવા વિસ્તારની શોધમાં કાંઠાળ વિસ્તારો તરફ વળ્યા છે. જોકે, રાત્રિના સમયે માનવ વસાહતો અને પોલીસ ક્વાર્ટર્સ સુધી સિંહો પહોંચી જતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો:જેતપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા સહિતના આગેવાનોએ કાર્યકરોનું સ્વાગત કર્યું
    Next Article
    નવસારીમાં 3.45 કરોડનું હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક ઝડપાયું:બેંગકોકથી મંગાવેલો ગાંજો વડોદરામાં ડિલિવરી આપીને પરત ફરતા 4 ઝડપાયા, વાપીમાં સિક્યુરિટી એજન્સી ચલાવનાર પ્રમોદ પાઠક માસ્ટરમાઈન્ડ; 9 વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment