Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 34,122 બાળકો શાળા પ્રવેશ કરશે:23-25 જૂને કન્યા કેળવણી મહોત્સવ, 22 રૂટનું આયોજન

    12 hours ago

    મોરબી જિલ્લામાં 23 થી 25 જૂન દરમિયાન રાજ્ય સરકારનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. આ વર્ષે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9 માં કુલ 34,122 થી વધુ બાળકો નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવશે. પ્રવેશ મેળવનારા બાળકોમાં આંગણવાડીમાં 4,086, બાલવાટિકામાં 8,882, ધોરણ-1 માં 10,620 અને ધોરણ-9 માં 10,534 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ બાળકો ઉત્સાહભેર તેમની શિક્ષણ યાત્રાનો પ્રારંભ કરશે. શાળાઓમાં 100 ટકા નામાંકન અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાભરમાં 22 વિશિષ્ટ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રૂટ મોરબી તાલુકામાં 6, હળવદમાં 6, વાંકાનેરમાં 5, ટંકારામાં 3 અને માળીયામાં 2 ફાળવવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળામાં 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવાનો, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો અને કન્યા કેળવણીને વધુ વેગ આપવાનો છે. આનાથી દરેક બાળક શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકશે. મોરબી જિલ્લો શિક્ષણ ક્ષેત્રે સતત અગ્રેસર રહ્યો છે. હાલમાં જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 93,485 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 47,548 કુમારો અને 45,937 કન્યાઓનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવને ઉત્સવરૂપે ઉજવી શિક્ષણના અધિકારને સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 3034 વિદ્યાર્થીઓ રિ-નીટની પરીક્ષા આપશે:NSA નિયંત્રણમાં પ્રક્રિયા, 15 મિનિટ વધુ સમય, દરેક કેન્દ્ર પર મામલતદાર ફરજ બજાવશે
    Next Article
    નર્મદા ભાજપનો આંતરિક વિખવાદ સમાપ્ત:પ્રદેશ મોવડીમંડળે એકતાનો પાઠ ભણાવ્યો; ડો. દર્શનાબેને કહ્યું- નીલ રાવે મને નથી ફોન કર્યો કે રૂબરૂ મુલાકાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment