Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ભાજપનો આંતરિક વિખવાદ સમાપ્ત:પ્રદેશ મોવડીમંડળે એકતાનો પાઠ ભણાવ્યો; ડો. દર્શનાબેને કહ્યું- નીલ રાવે મને નથી ફોન કર્યો કે રૂબરૂ મુલાકાત કરી

    10 hours ago

    નર્મદા જિલ્લા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ અને રાજકીય ડ્રામાનો ગાંધીનગરમાં સુખદ અંત આવ્યો છે. પ્રદેશ કક્ષાએથી તમામ સંબંધિત નેતાઓને ઠપકો આપી એકતા અને સંગઠનનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. આ સમાધાન બાદ હવે નર્મદા ભાજપ એકજૂથ થઈ આગામી વિધાનસભા ચૂંટણી અને જિલ્લાના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સમગ્ર પ્રકરણ, જેમાં ધારાસભ્યના અપમાનનો મુદ્દો મુખ્ય હતો, તે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો હતો. પ્રદેશ મોવડીમંડળે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. બે દિવસ પૂર્વે, નર્મદા જિલ્લાના ત્રણ દિગ્ગજ નેતાઓ – નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને ગાંધીનગર તેડાવવામાં આવ્યા હતા. પ્રદેશ કાર્યાલય ખાતે તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાવાળી, રાષ્ટ્રવાદી અને પરિવારની પાર્ટી છે. પરિવારમાં નાના-મોટા ઝઘડા અને મતભેદો થતા હોય છે, પરંતુ વડીલો હંમેશા તેનો રસ્તો કાઢતા હોય છે. જે મતભેદો હતા તે પ્રદેશમાં દૂર થયા છે. પાર્ટી જે પણ માર્ગદર્શન આપે છે તે અમારા હિતમાં જ હોય છે." ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ગાંધીનગર ખાતે મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મોવડી મંડળ સમક્ષ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને જે પુરાવા અમારી પાસે હતા તે પણ અમે મોવડી મંડળને આપ્યા છે. અમારું કોઈ પૂર્વયોજિત કાવતરું નહોતું, પરંતુ મારું અપમાન ઘણા સમયથી કરવામાં આવતું હતું, જેથી મેં પોતે કાર્યક્રમ છોડ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને જ જોડાયા છીએ, એટલે વિચારધારા સાથે જ રહીશું." તેમણે પાર્ટીના નિર્ણયની રાહ જોવાની વાત કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવે અગાઉ ડો. દર્શનાબેનને 'મોટાબહેન સમાન' ગણાવ્યા હતા અને 'પરિવારનો વિષય છે, બધા એક થઈને ચાલીશું' તેમ કહ્યું હતું. જોકે, દર્શનાબેને જણાવ્યું હતું કે આ ઘટના બાદ નીલ રાવે તેમને ફોન કે રૂબરૂ મુલાકાત કરી નથી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 34,122 બાળકો શાળા પ્રવેશ કરશે:23-25 જૂને કન્યા કેળવણી મહોત્સવ, 22 રૂટનું આયોજન
    Next Article
    મોરબીમાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ:ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment