Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 3034 વિદ્યાર્થીઓ રિ-નીટની પરીક્ષા આપશે:NSA નિયંત્રણમાં પ્રક્રિયા, 15 મિનિટ વધુ સમય, દરેક કેન્દ્ર પર મામલતદાર ફરજ બજાવશે

    13 hours ago

    હિંમતનગરમાં રવિવારે રિ-નીટની પરીક્ષા યોજાશે, જેમાં 3034 વિદ્યાર્થીઓ ભાગ લેશે. પેપર લીક થયા બાદ બીજીવાર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પ્રશ્નપત્ર લાવવાથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA)ના નિયંત્રણમાં રહેશે. સુરક્ષાના ભાગરૂપે, કેન્દ્રીય સુરક્ષા એજન્સી CAPF દ્વારા પ્રશ્નપત્રો હિંમતનગર લાવવામાં આવ્યા છે અને તેમને સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન, દરેક કેન્દ્ર પર મામલતદાર ફરજ બજાવશે. હિંમતનગરના 12 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે, જેમાં કેન્દ્રીય વિદ્યાલય, પાણપુરની આદર્શ વિદ્યાલય, હિંમત હાઈસ્કૂલ, મહાવીરનગરમાં જૈનાચાર્ય હાઈસ્કૂલ અને ગવર્નમેન્ટ પોલીટેકનિકનો સમાવેશ થાય છે. ગેરરીતિ અટકાવવા માટે, તમામ પરીક્ષા કેન્દ્રો માટે વર્ગ-1 કક્ષાના અધિકારીઓને ક્લસ્ટર નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. પ્રશ્નપત્રોના સુરક્ષિત પરિવહન માટે દરેક કેન્દ્ર દીઠ મામલતદાર, પરીક્ષા કો-ઓર્ડિનેટર અને સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. સ્ટ્રોંગ રૂમમાંથી પ્રશ્નપત્રો સરકારી વાહનોમાં CAPF અધિકારીઓ અને સ્થાનિક સુરક્ષા જવાનોની દેખરેખ હેઠળ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, દરેક કેન્દ્ર પર એક PI ને નોડલ અધિકારી અને ચાર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રમાં પ્રવેશતા પહેલાં વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ (ફ્રિસ્કિંગ) કરવામાં આવશે. 48 દિવસ બાદ યોજાઈ રહેલી આ રિ-નીટ પરીક્ષામાં સાબરકાંઠાના કુલ 3034 વિદ્યાર્થીઓ ભાગ લેશે. અગાઉ 31 મેના રોજ લેવાયેલી પરીક્ષાની સરખામણીમાં આ વખતે 31 વિદ્યાર્થીઓનો વધારો થયો છે. આ વધારા પાછળ પરીક્ષાના સમયમાં 15 મિનિટનો વધારો અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે અપાયેલો વિકલ્પ જવાબદાર હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની ફેસબુક પોસ્ટથી વૈષ્ણવ સમાજમાં રોષ:'શ્રી વલ્લભ પ્રભુ આપણા ચરણોમાં સદાય બિરાજમાન રહે' લખતા વિવાદ, માફીની માગ
    Next Article
    મોરબીમાં 34,122 બાળકો શાળા પ્રવેશ કરશે:23-25 જૂને કન્યા કેળવણી મહોત્સવ, 22 રૂટનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment