Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની ફેસબુક પોસ્ટથી વૈષ્ણવ સમાજમાં રોષ:'શ્રી વલ્લભ પ્રભુ આપણા ચરણોમાં સદાય બિરાજમાન રહે' લખતા વિવાદ, માફીની માગ

    14 hours ago

    ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ફેસબુક પોસ્ટને લઈને વૈષ્ણવ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ‘શ્રી વલ્લભ પ્રભુ આપશ્રીના ચરણોમાં સદાય બિરાજમાન રહે’ એવા શબ્દો સાથે કરવામાં આવેલી પોસ્ટને વૈષ્ણવ સમાજે પોતાની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ગણાવી સખત વિરોધ નોંધાવ્યો છે. સમાજના આગેવાનો દ્વારા પોસ્ટને તાત્કાલિક પાછી ખેંચી જાહેરમાં માફી માગવાની માંગ ઉઠાવવામાં આવી છે. રસિક પ્રજાપતિએ કરેલી પોસ્ટને લઈ નારાજગી વૈષ્ણવ સમાજના આગેવાનોનું કહેવું છે કે, વાગેશકુમારજી મહારાજ પ્રત્યે સમાજમાં આદર અને શ્રદ્ધા છે, પરંતુ શ્રી વલ્લભ પ્રભુ તેમના ચરણોમાં બિરાજમાન હોવાનું દર્શાવવું ધાર્મિક પરંપરા અને માન્યતાઓની વિરુદ્ધ છે. આવા પ્રકારના ઉલ્લેખથી વૈષ્ણવ સમાજની લાગણીઓ દુભાઈ છે. ધાર્મિક મહાનુભાવોને લગતી કોઈપણ ટિપ્પણી અથવા રજૂઆત કરતા પહેલા સંવેદનશીલતા જાળવવી જરૂરી છે. વૈષ્ણવ સમાજે રસિક પ્રજાપતિને જાહેરમાં માફી માંગવા અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો તેઓ માફી નહીં માંગે તો વડોદરા સહિત સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. હાલ આ મુદ્દે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. રસિકભાઈ આ વિવાદિત પોસ્ટ બદલ માફી માગેઃ નૈનેશ શાહ ચાર ગામ વીસા ખડાયતા વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ નૈનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે મેં ફેસબુકના માધ્યમથી જોયું કે, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા ફેસબુક પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી છે. અમે વૈષ્ણવ સમાજ આ બાબતને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આનાથી અમારા વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ છે. રસિકભાઈ આવી વિવાદાસ્પદ પોસ્ટ માટે માફી માંગે, નહીં તો આવનારા સમયમાં વડોદરાના સમગ્ર વૈષ્ણવો ઉગ્ર વિરોધ કરશે. તેઓએ કહ્યું હતું કે, ખરેખર વાગેશકુમાર મહોદયશ્રી અમારા ગુરુ છે અને વાગેશકુમાર વલ્લભ પ્રભુના ચરણોમાં બિરાજમાન હોય. વલ્લભ પ્રભુ કંઈ વાગેશકુમારના ચરણોમાં બિરાજમાન ન હોય. આવી વિવાદાસ્પદ પોસ્ટ મૂકવાથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ છે. અમારા વૈષ્ણવ સમાજની એક જ માંગ છે કે આવી વિવાદાસ્પદ પોસ્ટ ન કરવામાં આવે, વૈષ્ણવ સમાજની લાગણી ન દુભાવવામાં આવે અને તેઓ આ બાબતે માફી માંગે. ભાજપના ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ ફેસબુક પર પોસ્ટ કરી છે. વૈષ્ણવ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ. રસિકભાઈ માફી માગે. વાગેશકુમાર અમારા ગુરુ છે. વાગેશકુમાર વલ્લભપ્રભુના ચરણમાં બિરાજમાન હોય. વલ્લભ પ્રભુ વાગેશકુમારના ચરણોમાં બિરાજમાન ન હોય. આવી વિવાદિત પોસ્ટ ન કરે. રસિક પ્રજાપતિએ પોસ્ટ એડિટ કરી સુધારો કર્યો થોડી વારમાં જ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ પોસ્ટને એડિટ કરીને સુધારી દીધી હતી. આ મામલે દિવ્ય ભાસ્કરે રસિક પ્રજાપતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નહોતો.
    Click here to Read More
    Previous Article
    ચરાડુ ગામેથી વિદેશી-દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:એક વોન્ટેડ, 80 પેટીઓ અને 36 કેરબા દેશી દારૂ સહિત 9.44 લાખનો મુદામાલ જપ્ત
    Next Article
    હિંમતનગરમાં 3034 વિદ્યાર્થીઓ રિ-નીટની પરીક્ષા આપશે:NSA નિયંત્રણમાં પ્રક્રિયા, 15 મિનિટ વધુ સમય, દરેક કેન્દ્ર પર મામલતદાર ફરજ બજાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment