Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં 341 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો:SOGએ તેલંગણાની જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલ્યો; રૂ.10.80 લાખનું 72 ગ્રામ સોનું રિકવર કરી આરોપીને ઝડપ્યો

    18 hours ago

    પોરબંદર SOGએ તેલંગણાના મલ્કાગીરી જિલ્લામાં થયેલી સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. નમીશ્રી જ્વેલર્સ શો-રૂમમાંથી થયેલી આ ચોરીમાં SOGએ કુલ 72 ગ્રામ સોનું રિકવર કર્યું છે. આ સોનાની કિંમત આશરે રૂ.10.80 લાખ છે. પોલીસે ચોરી કરનાર આરોપીને પણ ઝડપી પાડ્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાએ મિલકત સંબંધી અણઉકેલ્યા ગુનાઓ શોધવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેલંગણાના મલ્કાગીરી જિલ્લાના માર્કેટ પોલીસ સ્ટેશનના સ્ટાફે પોરબંદર પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે નમીશ્રી જ્વેલર્સ શો-રૂમમાં થયેલી સોનાની ચોરી અને આરોપી અંગે માહિતી આપી હતી. SOGના ASI રવિન્દ્ર ચાંઉ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, પોરબંદરના ઝુરીબાગ, શેરી નં.11માં રહેતો દિવ્ય નવનીતભાઈ જુંગી આ ચોરીમાં સામેલ હતો. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરી. તપાસમાં સામે આવ્યું કે મલ્કાગીરી જિલ્લાના માર્કેટ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે 16 સપ્ટેમ્બર 2026ના રોજ નમીશ્રી જ્વેલર્સ શો-રૂમમાંથી સોનાના દાગીના ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી 48 ગ્રામનો સોનાનો નેકલેસ અને 24 ગ્રામની સોનાની ચેઇન, એમ કુલ 72 ગ્રામ સોનું રિકવર કર્યું. આ સોનાની અંદાજિત કિંમત રૂ.10,80,000 છે. પોરબંદર SOGએ આ રીતે તેલંગણામાં નોંધાયેલા ચોરીના ગુનામાં 100 ટકા ચોરાયેલો માલ રિકવર કર્યો અને આરોપી દિવ્ય નવનીતભાઈ જુંગીને ઝડપી પાડ્યો. બાદમાં આરોપી અને રિકવર કરાયેલો માલ માર્કેટ પોલીસ સ્ટેશન, તેલંગણાના પોલીસ સ્ટાફને સોંપવામાં આવ્યા હતા. પોરબંદરમાં 341 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો પોરબંદર SOG પોલીસે નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરી છે. તેમણે ચોપાટી રોડ પરથી એક શખ્સને 341 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાએ નશીલા પદાર્થોની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે બાતમીદારોને સક્રિય કરી નશીલા પદાર્થો અંગે માહિતી મેળવી હતી. દરમિયાન SOGના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી. તેમને માહિતી મળી કે મંગલસિંહ બિરસીંગ વડીયારા બાવરી ગાંજાના જથ્થા સાથે ચોપાટી ફુટપાથ વિસ્તારમાં આવેલા પોતાના ઝૂંપડામાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે સરકારી પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મંગલસિંહ બિરસીંગ વડીયારા બાવરી (ઉંમર 35) પકડાયો હતો. તે કર્લી પુલ પાસે ઝુપડપટ્ટી અને હાલ ચોપાટી ફુટપાથ ઝુપડામાં રહે છે. પોલીસને તેની પાસેથી વનસ્પતીજન્ય સુકો ગાંજો 341 ગ્રામ મળ્યો હતો, જેની કિંમત ₹17,050 છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરી અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત:ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં ઘટના, વન વિભાગે CCTVના આધારે તપાસ શરૂ
    Next Article
    યુવક કારમાં બેઠો હતો ને પૂરપાટ ટ્રકે ગાડીને ઉડાવી:રાજકોટના મોરબી રોડ પર ટ્રક, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment