Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક કારમાં બેઠો હતો ને પૂરપાટ ટ્રકે ગાડીને ઉડાવી:રાજકોટના મોરબી રોડ પર ટ્રક, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત

    17 hours ago

    રાજકોટના મોરબી રોડ પર હડાળા ગામ નજીક 23 સપ્ટેમ્બરની રાત્રે 9:30 વાગ્યા આસપાસ ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે રોડની સાઇડમાં પાર્ક કરેલી કાર અને રિક્ષાને અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે હાલ કુવાડવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પિતા-પુત્ર રિક્ષામાં મોરબી જવા નીકળ્યા હતા ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય અજીતશાહ જીલુશાહ શાહમદાર અને બેડી ગામે રહેતા 20 વર્ષીય કાના હુંબલ નામના વ્યક્તિનું મોત નિપજ્યા છે, જેમાં અજીતશાહ પોતાના પુત્ર સાથે રિક્ષામાં મોરબી ખાતે ઉર્સમાં જતા હતા. તે દરમિયાન હડાળા ગામે ઉભા રહ્યાં હતા અને કાનો હુંબલ રાત્રિના સમયે આંટો મારવા નીકળ્યો હતો. મૃતક કાનો હુંબલ સિંગર મીરા આહીરનો સગો ભાઈ છે અને પાંચ બહેનનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે, જેનું અકસ્માતે મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં 341 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો:SOGએ તેલંગણાની જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલ્યો; રૂ.10.80 લાખનું 72 ગ્રામ સોનું રિકવર કરી આરોપીને ઝડપ્યો
    Next Article
    Bus On Fire, Driver Told Passengers "Won't Stop, Don't Care If You Die"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment