Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    34 કલાક બાદ પણ 8 ગાડીઓથી કુલિંગ યથાવત્:શ્યામ સંગીની માર્કેટની આગ 25 લાખ લિટર પાણીથી કાબૂમાં, લોખંડના શટરો ઓગળ્યા; સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી સીલ

    20 hours ago

    સુરતના સારોલીની શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટની ભીષણ આગ પર 24 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો છે. જોકે, 34 કલાક વીતી ગયા છતાં 8 ફાયર ફાઈટરો દ્વારા કુલિનની કામગીરી હજુ પણ યથાવત છે. આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, લોખંડના શટરો ઓગળી ગયા હતા અને બિલ્ડિંગના સ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું છે. સુરક્ષાના ભાગરૂપે જ્યાં સુધી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી સમગ્ર માર્કેટ સીલ કરી દેવામાં આવી છે. 25 લાખ લિટર પાણીનો મારો, શટરો તોડીને કુલિંગ કરાયું મંગળવાર મોડી રાત્રે છઠ્ઠા માળે દુકાન નંબર 601 અને 602 નજીકથી ભભૂકેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. ફાયર વિભાગે અત્યાર સુધીમાં અંદાજે 25 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો હતો. બાજુની માર્કેટમાંથી પણ પાણીનો જથ્થો મેળવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. કુલિંગ પ્રક્રિયા દરમિયાન અંદર ગરમી એટલી વધારે છે કે વારંવાર આગ ભભૂકી રહી છે. આથી ફાયરના જવાનો દુકાનોના શટરો તોડીને અંદર સતત પાણીનો છંટકાવ કરી રહ્યા છે. બિલ્ડિંગના સ્લેબમાં તિરાડો, પીલરો ફાટ્યા અને ગર્ડરો વળી ગઈ કલાકો સુધી સળગેલી આગને કારણે ઇમારતનું સ્ટ્રક્ચર અત્યંત જર્જરીત બન્યું છે. છઠ્ઠા માળે લાગેલી આગની ગરમીથી અગાસીના સ્લેબમાં મોટી તિરાડો પડી ગઈ છે અને તેમાંથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યા છે. આ ઉપરાંત અંદરના પીલરો ફાટી ગયા છે, લોખંડની મજબૂત ગર્ડરો પણ ગરમીના કારણે વળી ગઈ છે અને ફ્લોરિંગની લાદીઓ તૂટીને વિખેરાઈ ગઈ છે. સમગ્ર છઠ્ઠો માળ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો છે. માર્કેટની ઇન્ટરનલ સિસ્ટમ ફેઈલ, વેન્ટિલેશનના અભાવે મુશ્કેલી વધી ઘટના સમયે માર્કેટની પોતાની ફાયર ફાઈટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. પેસેજમાં વેપારીઓએ મૂકેલા માલના ગેરકાયદે સ્ટોકને કારણે ફાયરના જવાનોને અંદર પહોંચવામાં ભારે અડચણો નડી હતી. આ સાથે બિલ્ડિંગમાં વેન્ટિલેશનનો સંપૂર્ણ અભાવ હતો અને ચારે તરફ કાચની પેક બારીઓ હોવાથી ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો, જેનાથી બચાવ કામગીરીમાં ભારે વિલંબ થયો હતો. NOC રદ, ગાંધીનગર રિપોર્ટ થશે અને પોલીસ તપાસ તેજ માર્કેટની ફાયર સેફ્ટી સિસ્ટમ નિષ્ક્રિય હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ફાયર એનઓસી રદ કરવામાં આવી છે. આ સાથે ખોટી રીતે એનઓસી રિન્યૂ કરનારી એજન્સી સામે ગાંધીનગર વડી કચેરીએ કડક કાર્યવાહી માટે રિપોર્ટ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ, સારોલી પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા માટે માર્કેટના તમામ માળના સીસીટીવી ફૂટેજના ડીવીઆર કબજે લીધા છે અને એફએસએલની મદદથી આગળની કાયદેસર તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાનના જન્મદિવસે લીમખેડામાં રક્તદાન મહાકુંભ યોજાશે:ભાજપ અને ચારભુજા હોસ્પિટલ દ્વારા 17 સપ્ટેમ્બરે સંયુક્ત આયોજન કરાયું
    Next Article
    રાજકોટમાં સાંઢીયો પુલ ખુલ્યો છતાં ટ્રાફિક સમસ્યામાં વધારો!:જામનગર રોડ પર બેરિકેડથી હજારો વાહન ચાલકો પરેશાન, કહ્યું-મોદી સાહેબ પેટ્રોલ બચાવવા કહે, આ તો પેટ્રોલનો બગાડ થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment