Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મહિલા સફાઈ કામદારના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન:34માંથી એકેય મોટી રાઈડ શરૂ ન થઈ, કલેકટરે કહ્યું- રાઈડ એક દિવસ મોડી થાય તો વાંધો નહીં, પબ્લિક સેફટી મહત્વપૂર્ણ

    19 hours ago

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા 5 દિવસીય પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાનો રેસકોર્સ મેદાન ખાતે સામાજિક સમરસતાના સંદેશ સાથે મહિલા સફાઈ કામદારના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે, જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા ચકાસણી પ્રક્રિયા કડક બનાવવામાં આવતાં ઉદ્ઘાટનના 4 કલાક પૂર્વે એક પણ યાંત્રિક રાઈડ્સને મંજૂરી ન મળવાને કારણે સતત બીજા વર્ષે લોકમેળો 'ચકડોળે' ચડ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે પબ્લિક સેફ્ટી સાથે કોઈ સમાધાન નહીં કરવાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, તમામ જરૂરી દસ્તાવેજો અને સુરક્ષા માપદંડોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ 34 પૈકી મંજૂરીપાત્ર રાઈડ્સ શરૂ કરવામાં આવશે. 5 દિવસમાં 15 લાખ લોકો મેળામાં ઉમટશે શહેરમાં યોજાતા લોકમેળામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. આ 5 દિવસીય મેળામાં 15 લાખ લોકો આવવાનો અંદાજ છે ત્યારે દિવ્ય ભાસ્કર રાજકોટના મેળામાં આવતા લોકોને ખાસ જણાવી રહ્યું છે કે આસાનીથી લોકમેળામાં કેવી રીતે પહોંચી શકશે. જો કોઈ લોકો રાજકોટ રેલવે જંકશન ખાતે ઉતરે તો ત્યાંથી તેઓ રિક્ષા અથવા ચાલીને રેસકોર્સ મેદાન સ્થિત મેળામાં પહોંચી શકે છે. રેલવે જંકશનથી લોકો રૂડા બિલ્ડીંગ રસ્તેથી પોલીસ હેડક્વાર્ટર તરફ પહોંચી મેળામાં પ્રવેશ મેળવી શકે છે. જ્યારે બસપોર્ટથી કોઈ લોકો મેળા સુધી પહોંચવા માંગતા હોય તો તેઓ રિક્ષા અથવા સિટીબસ મારફત જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી શકે છે અને તેઓ ત્યાંથી ચાલીને મેળામાં પ્રવેશ મેળવી શકે છે. નાનપણથી મેળો માણવા આવું છું, રાઈડ શરૂ થઈ જાય તો સારું: મુકેશભાઈ રાજકોટમાં મેળો માણવા આવેલા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અહીં રાઈડ શરૂ થઈ જાય તો સારું. જેને મેળો નથી માણ્યો તેને કઈ નથી માણ્યું. 11 અરજદારે 34 યાત્રિક રાઈડ્સની મંજૂરી માંગી રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાઇડ્સ માટે SOPની કડક અમલવારી ચોક્કસ કરવામાં આવશે. પરવાનગી માટે 11 અરજદાર દ્વારા કુલ 34 યાંત્રિક રાઇડ્સ માટે મંજૂરી માંગવામાં આવી છે જેની અલગ અલગ વિભગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે તપાસ પૂર્ણ થયા બાદ હકારાત્મક રિપોર્ટ મળશે, ત્યાર બાદ યાંત્રિક રાઇડસને મંજૂરી આપવામાં આવશે. આજે બપોરના 12 વાગ્યા સુધી એક પણ રાઇડસને મંજૂરી આપવામાં આવી નથી, સાંજ સુધી સંચાલકો દ્વારા નિયમ મુજબ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવશે તો તેમને મંજૂરી આપવામાં આવશે. હકારાત્મક રિપોર્ટ બાદ અંતમાં પોલીસ પરવાનગી આપે છે શહેરમાં થયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ પછી રાજ્ય સરકાર દ્વારા એમયુમેન્ટ પાર્ક અને યાંત્રિક રાઇડ્સ માટે કડક SOP તૈયાર કરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડી અલગ અલગ વિભાગના 13 સભ્યની એક સેફટી એન્ડ ઈન્સ્પેક્શન કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યો દ્વારા પોતાના વિભાગને લગતી તપાસ મેળામાં યાંત્રિક રાઇડ્સ માટે કરવામાં આવે છે જે ચકાસણી થયા બાદ રિપોર્ટ તૈયાર કરી હકારાત્મક અથવા નકારાત્મક અભિપ્રાય આપવામાં આવતો હોય છે જેના આધારે અંતમાં પોલીસ વિભાગ તરફથી ફાઇનલ પરવાનગી આપવામાં આવતી હોય છે. 1500થી વધુ સુરક્ષા જવાનો બંદોબસ્તમાં તૈનાત રાજકોટમાં આજથી શરૂ કરી 6 સપ્ટેમ્બર સુધી લોકમેળાનું આયોજન રેસકોર્સ મેદાનમાં કરવામાં આવ્યું છે. જેમાં 2 ડીસીપી, 4 એસીપી, 14 પીઆઇ, 54 પીએસઆઈ, પોલીસ કર્મી, SRP જવાન, હોમગાર્ડ અને TRB જવાનો સહીત 1500થી વધુ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહેશે. ખાસ ડ્રોન મારફત નજર રાખવામાં આવશે, વોચ ટાવર પરથી નજર રાખવામાં આવશે, ઉપરાંત LCB અને ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ મેળામાં તૈનાત હશે જે શંકાસ્પદ લોકોને કંટ્રોલરૂમ પર લાવી પુછપરછ પણ કરશે. સીસીટીવી કેમેરા મારફત પણ કંટ્રોલરૂમ ઉપરથી નજર રાખવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ ઝોન અને કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાહનોમાં હેન્ડલ લોક કરવા અને નંબર પ્લેટ યોગ્ય લગાવી રાખવા અપીલ કરવામાં આવી છે જેથી કરી વાહનચોરીના બનાવને અટકાવી શકાય. 10 માર્ગો પર નો એન્ટ્રી, નો પાર્કિંગનું જાહેરનામું ટ્રાફિક સંચાલન સારી રીતે થઇ શકે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આજે 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી 5 દિવસ માટે 10 માર્ગો પર નો એન્ટ્રી, નો પાર્કિંગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેમાં જિલ્લા પંચાયત ચોકથી જૂના એન.સી.સી. ચોક સુધી, ટ્રાફિક શાખાથી હેડ ક્વાર્ટર સુધી, આઈ.બી. ઓફ્સિથી રૂરલ એસપી બંગલા સુધી, સુરજ-1 એપાર્ટમેન્ટથી મેળાના મુખ્ય ગેઈટ સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી વાહનોને નો એન્ટ્રી, નો પાર્કિંગ જાહેર કરાયુ છે. 6 પ્રખ્યાત અને 40 લોકલ કલાકારોના પરર્ફોર્મન્સની રમઝટ લોકમેળામાં રાઈડસ અને ખાણીપીણીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું લોકોમાં આકર્ષણ હોય છે ત્યારે આ વખતે મેળામાં 5 દિવસ દરમિયાન દરરોજ સાંજે 4થી રાત્રે 8 વાગ્યા દરમિયાન 40 કલાકારોના ડાયરા, ગાયક અને ડાન્સના પરર્ફોમન્સ આયોજિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્ઘાટનના દિવસે એટલે કે તા.2 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના નેવી બેન્ડની પ્રસ્તુતિ કરવામાં આવશે. નેવી બેન્ડ દ્વારા સાંજે 7 થી 8 દરમિયાન મુલાકાતીઓ માટે મનોહર સંગીત રજૂ કરવામાં આવશે જેમાં 18 જેટલા નૌ સેનાના જવાનોની ટીમ બેન્ડ પર દેશભક્તિના ગીતો પર સંગીતની સૂરાવલીઓ વહાવીને માહોલમાં જોશ ભરી દેશે. આ બેન્ડ દ્વારા વંદે માતરમ, સમુદ્ર દર્શક, દેશ મેરે, લક્ષ્ય થીમ, તેરી મિટ્ટીમેં મિલજાવા સહિત વિવિધ 13 પ્રકારની મેલોડીઝ રજૂ કરવામાં આવશે. આ સાથે બેક ગ્રાઉન્ડમાં વીડિયોમાં નૌ સેનાના શૌર્યની ઝાંખી પણ જોવા મળશે. રોયલ ઇન્ડિયન નેવી બેન્ડ દેશભક્તિના ગીતો રજૂ કરશે વર્ષ 1945માં મુંબઈ ખાતે 'રોયલ ઇન્ડિયન નેવી બેન્ડ'ની સ્થાપના થઈ હતી. આ બેન્ડ સ્વતંત્રતા બાદ 'ઈન્ડિયન નેવી બેન્ડ' તરીકે ઓળખાયું જેનું મુખ્ય મથક આઈ.એન.એસ. કુંજલી મુંબઈ ખાતે છે. આ બેન્ડ શાસ્ત્રીય સંગીત, મિલિટરી માર્ચ, દેશભક્તિ ગીતો, જૅઝ અને પોપ મ્યુઝિકનું અદભુત મિશ્રણ રજૂ કરે છે. જેમાં બ્રાસ, વુડવિન્ડ અને વિવિધ વાદ્યો જેવા કે સેક્સોફોન, ટ્રમ્પેટ, ફ્લૂટ, ક્લેરિનેટ અને ડ્રમ્સનો ઉપયોગ થાય છે. નેવીના શિસ્તબદ્ધ અને વિશેષ તાલીમબદ્ધ સૈનિકો દ્વારા ગણતંત્ર દિવસ, બીટિંગ રિટ્રીટ સમારોહ તેમજ આંતરરાષ્ટ્રીય મિલિટરી મ્યુઝિક ફેસ્ટિવલમાં ભારતનું ગૌરવવંતું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. મેળાનો ₹ 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે મેળામાં 5 દિવસ દરમિયાન કુલ 15 લાખ મુલાકાતીઓ આવનાર હોવાથી તેમની સુરક્ષા માટે ખાસ ડિઝાસ્ટર કોરિડોર બનાવવામાં આવ્યો છે ડિઝાસ્ટરને ધ્યાનમાં રાખી રૂ.10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂ.2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશનનો વીમો પણ લેવામાં આવ્યો છે. દરરોજ રાત્રે 11.30 વાગ્યા સુધી લોકમેળાનો આનંદ લોકો માણી શકશે. જોકે AI અને ડ્રોનની મદદથી થતા સર્વેલન્સમાં ક્રાઉડ વધી જશે તો પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા છે. આ પણ વાંચો:રાજકોટના 'વિરાસતથી વિકાસ' લોકમેળાની આજથી જામશે રંગત, 14 સ્થળે ફ્રી પાર્કિંગ; નીકળતા પહેલા વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ ચેક કરી લેજો!
    Click here to Read More
    Previous Article
    પારડીમાં પોલીસ જવાનનો હાથ તોડનાર 5 આરોપી જેલહવાલે:હોટલમાં રૂમ બાબતે બબાલ, એક મહિલાને મેડિકલ બેઝ પર જામીન મળ્યા
    Next Article
    વડોદરામાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા:સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો, આરોપીએ 45 હજાર રૂપિયા ભોગ બનનારને વળતર ચૂકવવાનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment