Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા:સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો, આરોપીએ 45 હજાર રૂપિયા ભોગ બનનારને વળતર ચૂકવવાનો હુકમ

    12 hours ago

    વડોદરા શહેરમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મ ગુજારવાના કેસમાં વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રાકેશકુમાર બુધસિંહ બારીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 50 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. ઉપરાંત દંડની રકમમાંથી રૂ.45 હજાર ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તા.1 જુલાઈ 2025ના રોજ સવારે 10 વાગ્યે સગીરા દુકાનમાંથી સામાન લેવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, ત્યારબાદ તે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારમાં તેમજ સગા-સંબંધીઓમાં તપાસ કરવા છતાં સગીરાનો પત્તો લાગ્યો નહોતો. જેથી તેના પિતાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી અને ભોગ બનનાર મળી આવ્યા બાદ પંચનામા કરવામાં આવ્યા હતા. બંનેની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી તેમજ જૈવિક નમૂનાઓ અને કપડાં એફએસએલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ભોગ બનનારનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે પોક્સો એક્ટની ગંભીર જાતીય ગુનાની જોગવાઈ હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ.50 હજાર દંડની સજા કરી છે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) હેઠળ 5 વર્ષની સખત કેદ તથા રૂ.5 હજાર દંડ, જ્યારે કલમ 86 હેઠળ 7 વર્ષની સખત કેદ તથા રૂ.7 હજાર દંડની સજા કરવામાં આવી છે. દંડ ન ભરવામાં આવે તો વધારાની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મહિલા સફાઈ કામદારના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન:34માંથી એકેય મોટી રાઈડ શરૂ ન થઈ, કલેકટરે કહ્યું- રાઈડ એક દિવસ મોડી થાય તો વાંધો નહીં, પબ્લિક સેફટી મહત્વપૂર્ણ
    Next Article
    આપના પ્રદેશ મંત્રી પિયુષ પટેલ અને સર્જન વસાવા જામીન પર:63 દિવસ બાદ જેલમાંથી બહાર આવતા કાર્યકરોએ સ્વાગત કર્યું, ભાજપ પર પ્રહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment