Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં 34 હોસ્ટેલમાં ફૂડ વિભાગનું ચેકિંગ:વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા અને તાલાલાની હોસ્ટેલોમાં ડ્રાઈવ; 19ને નોટિસ

    21 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર દ્વારા ખાસ તપાસ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. આરોગ્ય મંત્રીની સૂચનાથી 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર જિલ્લાની 34 હોસ્ટેલોમાં કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 19 હોસ્ટેલોને ક્ષતિઓ બદલ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 15 હોસ્ટેલમાં સ્વચ્છતાના ધોરણો સંતોષકારક જણાતાં રાહત મળી છે. રસોડાની સ્વચ્છતા અને ખોરાક ચકાસાયો ગાંધીનગરની ખાસ સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોસ્ટેલ પરિસરમાં પીવાના પાણી, રસોડાની સફાઈ અને ખોરાકના રાંધણની ગુણવત્તાનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ સંચાલકોને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા માટે સ્પષ્ટ અને આકરા નિર્દેશો આપ્યા હતા. વેરાવળ સહિત ચાર પંથકમાં કાર્યવાહી આ વ્યાપક તપાસ ઝુંબેશ દરમિયાન 34 પૈકી 19 હોસ્ટેલ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જતાં તેમને તાત્કાલિક સુધારો કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ મેળવનારી સંસ્થાઓમાં ગવર્મેન્ટ ગર્લ્સ હોસ્ટેલ વેરાવળ અને ચાણક્ય હોસ્ટેલ સુત્રાપાડા મુખ્ય છે. તંત્રે વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલા પંથકની તમામ હોસ્ટેલોને ચોખ્ખાઈનું ચુસ્ત પાલન કરવા કડક આદેશો આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દોઢ વર્ષથી ફરાર પ્રોહિબિશન આરોપી પકડાયો:ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસે વડોદરાના માંજલપુરમાંથી ઝડપ્યો
    Next Article
    બે અલગ-અલગ જગ્યાએ દુર્ઘટના:પાલનપુરમાં ફ્લેટની સ્લેબ ધરાશાયી થતાં 5 સભ્યોનો ચમત્કારિક બચાવ, ગોપીપુરામાં જર્જરિત મકાનની દીવાલ તૂટી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment