Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં મોટી બદલી:ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના એકસાથે 338 સેનિટરી સબ ઈન્સ્પેક્ટરોની બદલીના આદેશ

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગ દ્વારા વહીવટી સરળતા ખાતર આરોગ્ય વિભાગમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાચન દ્વારા કરવામાં આવેલા સત્તાવાર હુકમ મુજબ, વિવિધ ઝોન અને વિભાગોમાં ફરજ બજાવતા કુલ 338 સેનિટરી સબ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ કર્મચારીઓએ તેમને ફાળવવામાં આવેલા નવા ઝોન કે વિભાગમાં તાત્કાલિક અસરથી કામગીરી સંભાળવાની રહેશે. જીતેન્દ્ર ઠાકોરભાઈ ચૌધરીને સેન્ટ્રલ ઝોનમાં નિમણૂક બદલીના આ આદેશમાં વેસ્ટ ઝોન (રાંદેર) માંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને અન્યત્ર ખસેડાયા છે. જેમાં આશિષકુમાર ગટુભાઈ નાઈકને માર્કેટ વિભાગમાં, ઈશ્વરભાઈ દેવાભાઈ આહિરને ન્યૂ ઈસ્ટ ઝોન (સરથાણા) માં અને જીતેન્દ્ર ઠાકોરભાઈ ચૌધરીને સેન્ટ્રલ ઝોનમાં નિમણૂક આપવામાં આવી છે. તેવી જ રીતે, સેન્ટ્રલ ઝોનમાંથી નિતિનકુમાર ચીમનભાઈ પટેલને સાઉથ ઝોન (ઉધના) માં અને રામચંદ્ર હર્ષદરાય રાણાને રસીકરણ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. નોર્થ ઝોન (કતારગામ) ના કર્મચારીઓ જેવા કે અબ્દુલમજીદ મોહમદ ભોજા અને પ્રકાશકુમાર કાશીરામ પ્રજાપતિને રસીકરણની કામગીરી સોંપાઈ છે. જ્યારે નરેન્દ્ર પ્રેમાભાઈ પટેલને વેસ્ટ ઝોન (રાંદેર) માં બદલી અપાઈ છે. રણધીરકુમાર ચૌહાણને સાઉથ વેસ્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા વહીવટી તંત્રના આ ફેરફારમાં માત્ર ઝોન જ નહીં પરંતુ સ્પેશિયલ વિભાગોમાં પણ ફેરબદલ જોવા મળી છે. ડ્રેનેજ વિભાગના મહેન્દ્રસિંહ ભારતસિંહ મેઢાતને સેન્ટ્રલ ઝોનમાં અને રણધીરકુમાર નાગરભાઈ ચૌહાણને સાઉથ વેસ્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાંથી અનિલકુમાર ડાહ્યાભાઈ સુરતીને વેસ્ટ ઝોનમાં અને અમિતકુમાર ગંભીરસિંહ રાઠવાને સ્મીમેર હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી છે. રસીકરણ વિભાગમાં ફરજ બજાવતા જ્યોતિકાબેન ભરતકુમાર ચૌહાણને સેન્ટ્રલ ઝોનમાં અને દિનેશકુમાર લાલજીભાઈ પરમારને નોર્થ ઝોનમાં ફરજ સોંપાઈ છે. નૈલેષકુમાર નાઈકની બદલી નોર્થ ઝોનમાં કરાઈ આ ઉપરાંત, લેપ્રસી (રક્તપિત્ત) અને વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ યુનિટમાં પણ ફેરફાર કરાયા છે. માર્કેટ વિભાગમાં ફરજ બજાવતા હર્ષદ ચંદ્રકાંત કરોડેને સાઉથ ઝોન-બી (સચિન) માં અને ભાવેશકુમાર ચંદુલાલ ચૌહાણને સેન્ટ્રલ ઝોનમાં ખસેડાયા છે. લેપ્રસી વિભાગમાંથી દિનેશભાઈ વાલજીભાઈ ગોહિલ અને નૈલેષકુમાર ઠાકોરભાઈ નાઈકની બદલી નોર્થ ઝોનમાં કરવામાં આવી છે. આ સમગ્ર આદેશની નકલ તમામ વિભાગીય વડાઓ અને મ્યુનિસિપલ કમિશનરના અંગત સચિવને જાણ અને અમલવારી માટે મોકલી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના માણાવાવમાં સિંહે 5 વર્ષના બાળકને ફાડી ખાધો:ખેતમજૂર પરિવાર મજૂરી કરતો હતો ને સાવજ મોઢામાં પકડી ઢસડી ગયો,માનવભક્ષીને પાંજરે પૂરવા ફોરેસ્ટની 3 ટીમ બનાવાઈ
    Next Article
    જૂનાગઢ રેંજના નવા DIG તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળ્યો:કહ્યું- પ્રજાની સુરક્ષા સર્વોપરી અને ગુંડાગીરી ડામવા પોલીસનું આકરું વલણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment