Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ જુગારધામ દરોડામાં 33 આરોપીઓ ઝડપાયા:SMCના દરોડા દરમિયાન ફાયરિંગ, પોલીસ પર હુમલા કેસમાં કાર્યવાહી તેજ

    9 hours ago

    વેરાવળ શહેરના કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસ પર હુમલો અને ફાયરિંગની ઘટના બની હતી. ગીર સોમનાથ પોલીસે આ પ્રકરણમાં કાર્યવાહી વધુ તેજ બનાવી છે અને અત્યાર સુધીમાં કુલ 33 આરોપીઓની ધરપકડ કરી છે. વિભાગીય પોલીસ અધિકારી ચેતન ખટાણાએ આ માહિતી આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, દરોડા દરમિયાન જુગાર રમતા ઈસમો અને ત્યારબાદ એકઠા થયેલા ટોળાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસતા SMCના પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મરક્ષા માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ઘટના બાદ પોલીસે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. એક ગુનો જુગારધારા હેઠળ નોંધાયો છે, જેમાં કુલ 34 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે અને તેમાંથી અત્યાર સુધી 13 આરોપીઓને ઝડપી લેવાયા છે. બીજો ગુનો પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ નોંધાયો છે, જેમાં 40 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો અને તેમાંથી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસે એલસીબી, એસઓજી અને ડી-સ્ટાફની વિશેષ ટીમોને કામે લગાડી છે. વિવિધ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય ગુપ્ત માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. વિભાગીય પોલીસ અધિકારી ચેતન ખટાણાએ જણાવ્યું હતું કે, બંને ગુનાઓમાં હજુ ફરાર રહેલા આરોપીઓને કાયદાના ચક્રમાં લાવવા માટે પોલીસની કાર્યવાહી સતત ચાલુ રહેશે. કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં અને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેરાવળમાં બનેલી આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ પણ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ ધપાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં ગિરનારની 36 કિમીની દૂધધારા પરિક્રમા:સારા વરસાદની આસ્થા સાથે 72 વર્ષ જૂની પરંપરા મુજબ તમામ શિવાલયોમાં દૂધાભિષેક, 100 લિટરથી વધુ દૂધ માલધારીઓ વિનામૂલ્યે આપે
    Next Article
    મણિનગર કુમકુમ મંદિરના સંતોનું કઠોર 'ધારણા-પારણા' વ્રત:વિદેશ યાત્રા દરમિયાન પ્લેનમાં જળનો પણ ત્યાગ કરી 'નકોડા ઉપવાસ' કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment