Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગર કુમકુમ મંદિરના સંતોનું કઠોર 'ધારણા-પારણા' વ્રત:વિદેશ યાત્રા દરમિયાન પ્લેનમાં જળનો પણ ત્યાગ કરી 'નકોડા ઉપવાસ' કરશે

    8 hours ago

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમ અને ધર્મનું પાલન હંમેશાં સર્વોપરી રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ મણિનગરના સંતો આ વર્ષે લંડનની ધર્મયાત્રાએ જઈ રહ્યા છે. વિદેશ પ્રવાસની વ્યસ્તતા વચ્ચે પણ વ્રતમાં કોઈ ખામી ન આવે તે માટે સંતોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય રીતે અષાઢી સુદ એકાદશીથી શરૂ થતું ચાતુર્માસનું વિશેષ ૧૫ દિવસનું ‘ધારણા-પારણા’નું વ્રત આ વર્ષે સંતો ૧૫ દિવસ વહેલું, એટલે કે આગામી ૧૧ જુલાઈ, જેઠ વદ એકાદશીથી શરૂ કરશે. આ માહિતી કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આપી હતી. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, વ્રતના પ્રારંભ નિમિત્તે ૧૧ જુલાઈના રોજ સવારે ૮:૦૦ વાગ્યે કુમકુમ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ અને ભવ્ય શણગાર ધરાવવામાં આવશે. ત્યારબાદ, સવારે ૮:૦૦ વાગ્યે વિશેષ મહાઆરતીનું આયોજન કરાયું છે, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તો લેશે. ૨૫ જુલાઈથી શરૂ થતા પવિત્ર ચાતુર્માસ અંતર્ગત સંતો અને હરિભક્તો વિશેષ નિયમો ગ્રહણ કરશે. ત્યારબાદ, ૨૯ જુલાઈએ કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતમાં ઉત્સવ મનાવ્યા બાદ, ૩૦ જુલાઈના રોજ સંતો લંડન જવા માટે પ્રસ્થાન કરશે અને ૧લી ઓગસ્ટે લંડનમાં પણ ગુરુપૂર્ણિમાની દિવ્ય ઉજવણી કરવામાં આવશે. સંતોની નિયમ-ધર્મ પ્રત્યેની દ્રઢતા વિશે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, કુમકુમ મંદિરના સંતો જ્યારે પ્લેનમાં મુસાફરી કરે છે ત્યારે સાધુતાની પરંપરા મુજબ સંપૂર્ણ ‘નકોડો ઉપવાસ’ કરે છે. ૩૧ જુલાઈના રોજ અમદાવાદથી રવાના થયા પછી લંડન પહોંચવા સુધીના સમગ્ર પ્રવાસ દરમિયાન સંતો અન્ન તો ઠીક, પણ પાણીનો એક ઘૂંટડો પણ ગ્રહણ કરતા નથી. લંડન પહોંચ્યા બાદ જ સંતો પારણા કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં જ્યારે કોઈ સંતો વિદેશની ભૂમિ પર ગયા ન હતા, ત્યારે કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૪૮માં સૌપ્રથમવાર વિદેશ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી જ સંપ્રદાયના અન્ય સંતો વિદેશ જતા થયા છે. કુમકુમ મંદિર આજે પણ એ જ ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ જુગારધામ દરોડામાં 33 આરોપીઓ ઝડપાયા:SMCના દરોડા દરમિયાન ફાયરિંગ, પોલીસ પર હુમલા કેસમાં કાર્યવાહી તેજ
    Next Article
    Noida का हाल Gurugram से भी बद्तर है! Heavy Rain | Rain in Noida-Delhi | Drainage | Yellow Alert

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment