Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડાના મકાનમાં ધમધમતી 33 આંગણવાડીને જમીન ફાળવણી:રાજકોટ જિલ્લામાં 1 વર્ષમાં ધોરાજીમાં 22, જસદણમાં 6, જેતપુરમાં 4, ગોંડલમાં 1 આંગણવાડી નવી બનશે

    10 hours ago

    રાજકોટ જિલ્લામાં 1360 આંગણવાડી કેન્દ્ર છે અને તેમાં 3 થી 6 વર્ષના 45,738 બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં ભાડાના મકાનમાં ચાલતી 33 આંગણવાડી કેન્દ્ર માટે વહિવટી તંત્ર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેથી હવે 1 વર્ષમાં આ આંગણવાડી કેન્દ્ર નિર્માણ પામતા બાળકોને ભણવાની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ અને માર્ગદર્શનમાં છેલ્લા એક માસમાં જિલ્લાની 33 આંગણવાડીઓને જમીન ફાળવવામાં આવી છે. રાજકોટ (ગ્રામ્ય) જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) વિભાગ દ્વારા બાળકો અને માતાઓના કલ્યાણ તેમજ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કરીને વધુ સુવિધાજનક અને મજબુત બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે આંગણવાડીઓની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં એપ્રિલથી જૂન દરમિયાન વધુ 29 કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત રાજકોટ જિલ્લાના 878 આંગણવાડી કેન્દ્રમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજકોટ જિલ્લામાં ભાડાના મકાનમાં ધમધમતી 33 આંગણવાડી કેન્દ્રો સરકારી બિલ્ડિંગમાં તૈયાર કરવા માટે જમીન ફાળવવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ધોરાજી તાલુકામાં પ્રાંત અધિકારી નાગાજણ તરખલાએ વિશેષ કવાયત હાથ ધરીને આંગણવાડી 22 કેન્દ્રો માટે જમીન ઉપલબ્ધ કરાવી હતી. જ્યારે જસદણ તાલુકામાં પ્રાંત અધિકારી રાહુલ ખાંભરા દ્વારા અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જમીનવિહોણા 10 કેન્દ્રોમાંથી 6 કેન્દ્રો માટે જમીન ફાળવવામાં આવી છે. જ્યારે જેતપુર તાલુકામાં અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જમીન વિહોણા 5 કેન્દ્રોમાંથી 4 કેન્દ્રો માટે તો ગોંડલ તાલુકામાં અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક આંગણવાડી કેન્દ્ર માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આમ કુલ 38 માંથી 33 આંગણવાડી કેન્દ્રો માટે જમીન ઉપલબ્ઘ થતાં આંગણવાડીઓના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. જ્યારે બાકી રહેલા માત્ર 5 કેન્દ્રો માટે પણ વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયા હાલ ગતિમાન છે. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલના પ્રયાસોથી નવા આંગણવાડી કેન્દ્રો માટે જમીન ફાળવણીની કામગીરી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    બાવન પરગણા વણકર સમાજ દ્વારા પરિચય પુસ્તિકાનું વિમોચન:ગાંધીનગરમાં ટ્રસ્ટના સભ્યો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
    Next Article
    પાટણમાં ગટર સમસ્યા: વૈકલ્પિક પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂ:10 દિવસમાં નવી પાઇપલાઇન સાથે સ્ટેશન કાર્યરત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment