Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાવન પરગણા વણકર સમાજ દ્વારા પરિચય પુસ્તિકાનું વિમોચન:ગાંધીનગરમાં ટ્રસ્ટના સભ્યો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

    9 hours ago

    ગાંધીનગરમાં બાવન પરગણા વણકર સમાજ (સિધ્ધપુર વિસ્તાર) વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પરિચય પુસ્તિકા વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પી.જે‌.સુશીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં ટ્રસ્ટના સભ્યો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીરેકટરીના દાતા મુકેશભાઈ પરમાર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. અન્ય દાતાઓ અને ટ્રસ્ટના સભ્યો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પરિચય પુસ્તિકા તૈયાર કરવામાં વિશેષ યોગદાન આપનાર પ્રવિણભાઈ ચાવડા અને તેમની પુત્રી તૃષાનું પણ સન્માન કરાયું હતું. શાબ્દિક સ્વાગત હરેશ ચાવડાએ કર્યું હતું. ટ્રસ્ટની કામગીરી અંગેની માહિતી મુલચંદભાઈ સોલંકીએ આપી હતી, જ્યારે ટ્રસ્ટના છેલ્લા ત્રણ વર્ષના વાર્ષિક હિસાબો મહેશભાઈ મકવાણા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અને ભોજન દાતા પી.જે.સુશીલ, પરિચય પુસ્તિકાના દાતા અને ઉપપ્રમુખ મુકેશભાઈ પરમાર અને ડો.રાજેન્દ્ર સોલંકીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ પી.જે.સુશીલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા બાવન પરગણા સિધ્ધપુર વિસ્તારના વણકર સમાજના સભ્યોને એકબીજાનો પરિચય થાય, હુંફ મળે અને સામાજિક, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થવાય તેવા શુભ આશયથી આ મજબૂત સંગઠનની રચના કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટમાં સિધ્ધપુર સહિત આજુબાજુના 52 પરગણામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના સભ્યો કે જે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરે છે, તેઓના કુટુંબની માહિતી સાથેની પરિચય પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે કારોબારી સભ્યો અને મહાનુભાવોના હસ્તે પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દીપલ પરમારે કર્યું હતું અને આભારવિધિ નવીનચંદ્ર સોલંકીએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું-કોંગ્રેસે વંદે માતરમના બે ટુકડા કર્યા:કોંગ્રેસનું આખું વંદે માતરમ ન ગાવું એ તુષ્ટિકરણ, 1937માં કોંગ્રેસે જે નિર્ણય લીધો હતો, તેને મોદીએ સુધાર્યો
    Next Article
    ભાડાના મકાનમાં ધમધમતી 33 આંગણવાડીને જમીન ફાળવણી:રાજકોટ જિલ્લામાં 1 વર્ષમાં ધોરાજીમાં 22, જસદણમાં 6, જેતપુરમાં 4, ગોંડલમાં 1 આંગણવાડી નવી બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment