Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલા અને લીલીયા બનશે ફાટક મુક્ત:કેન્દ્ર સરકારે 32.54 કરોડના ખર્ચે બનનારા ત્રણ મહત્વપૂર્ણ રેલવે અન્ડરબ્રિજના નિર્માણને મંજૂરી આપી

    2 days ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારને ‘ફાટક મુક્ત’ બનાવવાના વર્ષો જૂના સંકલ્પને હવે સાકાર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 32.54 કરોડના ખર્ચે ત્રણ મહત્વપૂર્ણ રેલવે અન્ડરબ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હોવાથી વિકાસકાર્યને ટૂંક સમયમાં ગતિ મળશે. ત્રણ મહત્વપૂર્ણ સ્થળોએ બનશે આધુનિક અન્ડરબ્રિજ આ યોજના હેઠળ લીલીયા શહેરના સરકારી હોસ્પિટલ નજીક આવેલા LC-41C રેલવે ફાટક, અમરેલી-ક્રાંકચ રોડ પર આવેલા નાના લીલીયા ફાટક LC-42B-1 અને સાવરકુંડલા શહેરના સ્મશાન પાસે આવેલા LC-61C રેલવે ફાટક ખાતે આધુનિક અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ અન્ડરબ્રિજ તૈયાર થયા બાદ વર્ષોથી ટ્રાફિક જામ, લાંબી રાહ અને અકસ્માતના જોખમ જેવી સમસ્યાઓમાંથી સ્થાનિક લોકોને કાયમી રાહત મળશે. ધારાસભ્ય મહેશ કસવાળાના સતત પ્રયાસોનું પરિણામ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યું કે આ મહત્વપૂર્ણ મંજૂરી તેમના સતત પ્રયાસો અને કેન્દ્ર સરકારના સહયોગનું પરિણામ છે. તેમણે રેલવે વિભાગના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાતો કરીને ટ્રાફિકની સમસ્યાઓ, સ્થાનિક લોકોની મુશ્કેલીઓ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અસરકારક રજૂઆતો કરી હતી. જેના આધારે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી મળી છે. વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતો સુધી સૌને મળશે લાભ અન્ડરબ્રિજોના નિર્માણ બાદ વિદ્યાર્થીઓ, દર્દીઓ, ખેડૂતો, વેપારીઓ અને રોજિંદા મુસાફરોને સરળ અને ઝડપી અવરજવરનો લાભ મળશે. સાથે જ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓને પણ રેલવે ફાટક બંધ હોવાના કારણે થતો વિલંબ દૂર થશે, જેના કારણે આપત્તિ સમયે ઝડપી સેવા ઉપલબ્ધ બની શકશે. વિકાસનો અર્થ લોકોનું જીવન સરળ બનાવવું : મહેશ કસવાળા ધારાસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યું કે, "વિકાસનો અર્થ માત્ર રસ્તાઓ કે ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ લોકોનો કિંમતી સમય બચાવવો, તેમની સુરક્ષા વધારવી અને રોજિંદું જીવન વધુ સરળ બનાવવું પણ એટલું જ મહત્વનું છે. ફાટક મુક્ત સાવરકુંડલા-લીલીયા હવે માત્ર સ્વપ્ન નહીં, પરંતુ હકીકત બનવા તરફ આગળ વધી રહ્યું છે." સ્થાનિકોમાં ખુશીની લાગણી કેન્દ્ર સરકારના આ નિર્ણયને સાવરકુંડલા-લીલીયા પંથકમાં વ્યાપક આવકાર મળ્યો છે. સ્થાનિક નાગરિકો, વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓએ આ નિર્ણયને વિસ્તારના વિકાસ માટેનું ઐતિહાસિક પગલું ગણાવી ખુશી વ્યક્ત કરી છે. લોકોનું માનવું છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે અને વિસ્તારના વિકાસને નવી દિશા મળશે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં ₹14 લાખથી વધુનો દારૂ ઝડપાયો:બોલેરો પિકઅપમાંથી દારૂનો જથ્થો મળ્યો, 3 પકડાયા, 2 વોન્ટેડ
    Next Article
    ચાંદીપુરા રોગ અંગે આરોગ્ય વિભાગની ગંભીર ચેતવણી:0 થી 15 વર્ષના બાળકોના વાલીઓ માટે ખાસ અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment