Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં ₹14 લાખથી વધુનો દારૂ ઝડપાયો:બોલેરો પિકઅપમાંથી દારૂનો જથ્થો મળ્યો, 3 પકડાયા, 2 વોન્ટેડ

    2 days ago

    તાપી જિલ્લાના સોનગઢ પોલીસે પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સોનગઢ ફાટા પાસે મલંગદેવ આઉટપોસ્ટ નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ટેમ્પો ઝડપી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ₹14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ઘટના 19 જુલાઈ, 2025 ના રોજ રાત્રિના સમયે સોનગઢ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બની હતી. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસ અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે GJ-26-U-0785 નંબરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પોને અટકાવવામાં આવી હતી. વાહનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 5,661 સીલબંધ બોટલ/ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત આશરે ₹9,90,078 થાય છે. દારૂની હેરફેર માટે વપરાયેલ બોલેરો પિકઅપ ટેમ્પો (કિંમત ₹4 લાખ) અને મોબાઈલ ફોન સહિત કુલ ₹14,05,078 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી કેલાશચંદ્ર ઉગમલાલ ગુર્જર (રહે. લસકાણા, સુરત), ગેહરૂ દયારામભાઇ ગુર્જર (રહે. ભભાણાગામ, રાજસ્થાન) અને સાવરીયાલાલ રામલાલ ગુર્જર (રહે. કામરેજ, સુરત) એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો અનિલભાઇ ભાવર (રહે. સેલવાસ) એ ભરી આપ્યો હતો અને વડોદરાના સુનિલભાઇ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. આ બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દ્વારા પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી બેંકના લોકરમાં રાખેલા સોનાના 3 બિસ્કિટ બદલાઈ ગયા!:300 ગ્રામના બિસ્કિટમાંથી માત્ર 65 ગ્રામ જ ગોલ્ડ નીકળ્યું, વેપારીના પત્નીને લગ્ન સમયે સ્ત્રીધનમાં મળ્યા હતા
    Next Article
    સાવરકુંડલા અને લીલીયા બનશે ફાટક મુક્ત:કેન્દ્ર સરકારે 32.54 કરોડના ખર્ચે બનનારા ત્રણ મહત્વપૂર્ણ રેલવે અન્ડરબ્રિજના નિર્માણને મંજૂરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment