Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ:મહતમ 32.5, લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું

    3 days ago

    પોરબંદરમાં ઉનાળે કમોસમી વરસાદ પડયો છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મહતમ તાપમાન 32.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 23 ટકા ઘટીને 32 ટકા નોંધાયું છે. ભર ઉનાળે પોરબંદરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી છાંટા પડ્યા હતા અને માર્ગ ભીનો થયો હતો. ત્યારે તાપમાનમાં મોટો ફેરફાર નોંધાયો નથી. પોરબંદરમાં ગઈકાલે ગુરુવારે મહતમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા નોંધાયું હતું જેની સામે શુક્રવારે મહતમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 23 ટકા ઘટીને 32 ટકા નોંધાયું છે. કમોસમી વરસાદ પાછળના કારણો પોરબંદરમાં ઉનાળે પડતો કમોસમી વરસાદ પશ્ચિમી વિક્ષોભ, અરબી સમુદ્ર પર સર્જાતા ચક્રવાતી પરિભ્રમણ અને આબોહવા પરિવર્તનના સંયુક્ત પ્રભાવથી થાય છે. વધતી ભેજ અને ગરમ હવામાન વરસાદી ઝાપટાં સર્જે છે. તાજેતરમાં વરસાદના પેટર્નમાં ભારે ફેરફારથી એક દિવસમાં જ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિ મગ, તલ, અડદ જેવા પાકોને નુકસાન પહોંચાડી શકે છે, જેથી ખેડૂતોએ સાવચેતી રાખવી અને તંત્રે ડ્રેનેજ તથા પાક વીમા વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી બની છે. > ડો. ભુપેન્દ્રસિંહ જાડેજા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, એમ.ડી. સાયન્સ કોલેજ
    Click here to Read More
    Previous Article
    કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા:ભર ઉનાળે શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર કમોસમી વરસાદ
    Next Article
    યાર્ડમાં કેરીની આવક વધી:7000 કિલો કેસર કેરીની‎એક જ દિવસમાં આવક‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment