Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા:ભર ઉનાળે શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર કમોસમી વરસાદ

    3 days ago

    પોરબંદર શહેરના ઉનાળાના પ્રારંભે બીજી વખત કમોસમી વરસાદ ખાબક્યો છે. પોરબંદર શહેરમાં ભર ઉનાળે સતત બીજા દિવસે પણ ધોધમાર કમોસમી વરસાદ નોંધાયો હતો.આ કમોસમી વરસાદને લઈને માર્ગો પર પાણી વહેતા થયા હતા તો કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ખેતર પડેલ જીરું,ચણા સહિતના તૈયાર પાક પણ પલડ્યા હતા. ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે. શુકવારે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ આગાહીને લઈને પોરબંદર શહેરમાં ભર ઉનાળે સતત બીજા દિવસે પણ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો.આ કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો પર પાણી વહેતા થયા હતા.જોકે કમોસમી વરસાદને લઈને તાપમાનમાં પણ રાહત થઈ હતી. જીરું,ચણા, ઘઉંનો પાકને નુકસાન પોરબંદર જિલ્લામાં હાલ પણ અમુક ખેડૂતોના ખેતરમાં જીરું,ચણા અને ઘઉં જેવા શિયાળું તૈયાર પાક ઉભા છે ત્યારે આ પાકને કમોસમી વરસાદને લઈને નુકસાન પહોંચ્યું હતું જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાની ચૂંટણી:પોરબંદર મનપાની બેઠકો માટે ટિકીટમાં ભાજપ દ્વારા અનેક જુના જોગીની ટિકીટ કપાય તેવા એંધાણ
    Next Article
    વાતાવરણ:મહતમ 32.5, લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment